Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ડાન્સ ફ્લોર પર મહિલા સાથે નાચવા માટે લોકો ઝઘડ્યા

લગ્નમાં નાચવાની મજા બગડી ગઈ : વાયરલ વીડિયોમાં બે લોકો એકબીજાને લાત અને મુક્કા મારવા લાગે છે, મહિલા વચ્ચે બચાવ કરતી જોવા મળે છે

નવી દિલ્હી, તા.૧૧ : બોલીવુડ ફિલ્મોમાં લગ્નોને ખૂબ જ ફેરી ટેલની જેમ બતાવવામાં આવે છે. ફિલ્મોમાં બતાવવામાં આવતા લગ્નો કંઈક એવા પ્રકારના હોય છે કે, જેને જોઈને તમને પણ લગ્ન કરવાની ઈચ્છા થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, રિયલ લાઈફમાં આ પ્રકારના લગ્ન ખૂબ ઓછા જોવા મળે છે. જો તમે રિયલ લાઈફ લગ્નના કેટલાક વીડિયો જોશો તે તમારું લગ્ન અને લગ્નમાં થતી રશમો પરથી મન ઉઠી જશે. રિયલ લાઈફ લગ્નમાં ક્યારેક-ક્યારેક ઝઘડો પણ થઈ જાય છે અને લડાઈ પણ એવી વાત પર થાય જેની કલ્પના પણ ન કરી શકીએ. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ દંગ રહી જશો.

યૂ ટ્યૂબ પર આવેલા આ વીડિયોને દીપ કુમારની ચેનલથી શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેક ટૂ બેક ગીત વાગી રહ્યા છે જેના પર લોકો મસ્તી સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યા છે.

બેકગ્રાઉન્ડમાં પવન સિંહનું પ્રખ્યાત ગીત 'લગાવેલુ જબ લિપસ્ટિક' પણ વાગી રહ્યું છે. આ ગીત પર લોકો મસ્તીમાં ઝૂમી રહ્યા છે. ત્યારબાદ આગળના ગીત પર એક મહિલા ડાન્સ ફ્લોર પર ડાન્સ કરવા માટે આવે છે જેની સાથે ડાન્સ કરવા માટે લોકો એક-બીજા સાથે લડાઈ કરે છે. ફ્લોર પર જ બે લોકો એકબીજાને લાત અને મુક્કા મારવા લાગે છે. આ દરમિયાન મહિલા પણ વચ્ચે બચાવ કરતી જોવા મળે છે.

આ વીડિયો પર ૨૧ લાખથી પણ વધુ વ્યૂઝ આવી ગયા છે. લોકો તેના પર પોત-પોતાના રમૂજી રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે વીડિયો પર કમેન્ટ કરતા કહ્યું કે, 'શાદી યાદગાર હો ગઈ'. તો એક અન્ય યુઝરે લખ્યું કે, મને મારા લગ્નમાં આ જ ડીજે જોઈએ. આમ અનેક રમૂજી પ્રતિક્રિયાઓ આ વીડિયો પર આવી છે.

(8:01 pm IST)