Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ઇડીએ IAS પૂજા સિંઘલની કરી ધરપકડ ઘરમાંથી નોટોનો ઢગલો મળી આવ્યો

IAS પૂજા સિંઘલ આનો હિસાબ આપી શકી નહીં:EDએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી:આ પહેલા EDએ તેના પતિના CA સુમન કુમારની ધરપકડ કરી હતી

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ IAS પૂજા સિંઘલની રાંચી, ઝારખંડથી ધરપકડ કરી છે. તાજેતરના દરોડા દરમિયાન IAS પૂજા સિંઘલના ઘરેથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા. IAS પૂજા સિંઘલ આનો હિસાબ આપી શકી ન હતી, જે બાદ EDએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ પહેલા EDએ તેના પતિના CA સુમન કુમારની ધરપકડ કરી હતી.

 EDએ તાજેતરમાં જ મનરેગા કેસમાં ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આ મામલામાં ઝારખંડની સિનિયર IAS પૂજા સિંઘલના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. પૂજા સિંઘલ હાલમાં ઝારખંડ સરકારમાં ખાણ સચિવ તરીકે તૈનાત છે. નોંધપાત્ર રીતે આ કેસ વર્ષ 2020 માં ઝારખંડમાં નોંધાયેલા 16 કેસ સાથે સંબંધિત છે, જેના પર EDએ પાછળથી મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં જુનિયર એન્જિનિયર રામ વિનોદ પ્રસાદ સિંહાની ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે રામ વિનોદ પ્રસાદ સિન્હા જ્યારે ઝારખંડના ખુંટી જિલ્લામાં તૈનાત હતા ત્યારે તેમણે મનરેગાના સરકારી ભંડોળમાંથી રૂ. 18 કરોડની છેતરપિંડી કરી હતી. તે જ સમયે પૂજા સિંઘલ ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ હતા. ઝારખંડ પોલીસે આ કેસમાં 16 FIR નોંધીને તેની તપાસ શરૂ કરી અને રામ વિનોદ પ્રસાદ સિંહાની ધરપકડ કરી.

જણાવી દઈએ કે ઝારખંડ પોલીસે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ નોંધાયેલા કેસોના આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો, જેમાં ઇડીએ રામ વિનોદ પ્રસાદ સિંહાની લગભગ 4.25 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી હતી. ED દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ મુજબ મનરેગા હેઠળ ખુંટી જિલ્લામાં ઝારખંડ સરકારને આપવામાં આવેલા કામમાંથી રામ વિનોદ પ્રસાદ સિન્હા અને અન્ય આરોપીઓએ સરકારી તિજોરીમાંથી 18 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

EDને તપાસમાં જાણવા મળ્યું કે કોલસાની કોઈ ખરીદી ન થઈ હોવા છતાં મેસર્સ અરુણાચલ પ્રદેશ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેડિંગ કોર્પ લિમિટેડની કોલસાની ખરીદીના નામે રૂ. 75 લાખ ઈટાનગરની મેસર્સ વિજય બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેના આધારે EDએ કાર્યવાહી કરતા રામ વિનોદ પ્રસાદ સિન્હાની લગભગ 4.25 કરોડની સંપત્તિ બે વખત જપ્ત કરી હતી.

(8:18 pm IST)