Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધઃ યુવા કોંગ્રેસે પીએમ અને અનેક કેન્દ્રીય પ્રધાનોને સાયકલ કુરીયરથી મોકલી

કોંગ્રેસની યુવા પાંખે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોના વિરોધમાં ગઈકાલે પીએમ મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓને તેમના સત્તાવાર નિવાસ સ્થાને સાયકલ કુરીયરથી મોકલી હતી. ભારતીય યુવા કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે મોદી ઉપરાંત અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાનીને અલગ અલગ સાયકલ વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના વિરોધમાં કુરીયરના માધ્યમથી મોકલવામાં આવી હતી. ૨૦૧૪માં પેટ્રોલનો ભાવ ૭૦ હતો ત્યારે ભાજપના લોકો સાયકલને લઈને કોહરામ મચાવતા હતા. આજે પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂ. ઉપર છે અને ભાજપવાળા કયાંક દેખાતા નથી. જૂની યાદોને તાજી કરવા આ સાયકલ મોકલવામાં આવી છે.

(10:55 am IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST