Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

યુએઈએ ભારત સહીત 15 દેશો પરથી ટ્રાવેલ પ્રતિબંધ હટાવ્યો યુએઈ પુરી રીતે વેક્સિન લગાવી ચૂકેલા વીઝા ધારાકોને 12 સપ્ટેમ્બરથી દેશમાં આવવાની પરવાનગી અપાશે

નવી દિલ્હી :સંયૂક્ત અરબ અમીરાતે કહ્યું કે તે 12 સપ્ટેમ્બરથી ભારત સહિત તે 15 દેશોમાંથી લોકોને આવવાની અનુમતિ આપશે, જેમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સ્વીકૃત કોરોના વેક્સિન લગાવેલી છે અને વીઝાધારક છે. પહેલા આ દેશોના લોકોને યુએઈ આવવાની પરમિશન નહતી. NCEMAએ એક ટ્વીટમાં નિવેદન જાહેર કરી કહ્યું કે જે લોકો પરત ફરી શકે છે, તેમાં તે લોકો સામેલ છે, જે વિદેશમાં 6 મહિનાથી વધારે સમય સુધી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે યુએઈ પુરી રીતે વેક્સિન લગાવી ચૂકેલા વીઝા ધારાકોને 12 સપ્ટેમ્બર 2021થી દેશમાં આવવાની પરવાનગી આપે છે. જેમાં તે લોકો પણ સામેલ છે, જે 6 મહિનાથી વધારે સમય સુધી વિદેશમાં રહ્યા છે. આ નિર્ણય ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, વિયતનામ, નામીબિયા, જાંબિયા, યુગાન્ડા, સિયેરા, લિયોન, લાઈબેરિયા, દક્ષિણ આફ્રિકા, નાઈજિરિયા અને અફઘાનિસ્તાનથી આવનારા મુસાફરો માટે લેવામાં આવ્યો છે.

(12:20 am IST)