Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ડ્રગ્‍સની આંતરરાષ્‍ટ્રીય બજારમાં કિંમત ૪૦ કરોડનું હેરોઇન કયાંથી લવાયું તે અંગે તપાસ શરૂ

ગુજરાત ATSએ દિલ્‍હીમાંથી અફઘાન નાગરિકને ૮ કરોડ ડ્રગ્‍સ સાથે ઝડપ્‍યો

નવી દિલ્‍હી, તા.૧૧: ભારત ડ્રગ્‍સનું હબ બની રહ્યું છે અને ખાસ ગુજરાતમાંથી ડ્રગ્‍સ વધુ પકડાય છે. ડ્રગ્‍સ માફિયાઓ ગુજરાતના દરિયાઇ માર્ગને ર્ડ્‍ગ્‍સ મોકલે છે, પરતું રાજ્‍યના પોલીસ સક્રીય ભૂમિકા ભજવતી હોવાથી કરોડોનો ડ્રગ્‍સ પકડાઇ રહ્યો છે. ડ્રગ્‍સ મામલે દિલ્‍હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ગુજરાત એટીએસે  મોટું ઓપરેશન પાર પાડ્‍યું છે. અફધાન નાગરિકને ડ્રગ્‍સ સાથએ ઝડપી પાડ્‍યો છે. આ અફઘાન નાગરિક પાસેથી ૮ કિલો ડ્રગ્‍સ પકડાયો છે. તેની પાસેથી હેરોઇન પકડાઇ હતી. અફધાન નાગરિક પાસે ૮ કિલો ડ્રગ્‍સ પકડાયો છે. હાલ એટીએસ તેની સઘન પુછપરછ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસને બાતમી મળી હતી જે પગલે આ મિશન પાર પાડવામાં આવ્‍યું  હતું. આ અંગે હાલ અફઘાન નાગરિકને પુછપરછ કરવામાં આવી છે. કે ડ્રગ્‍સ કયાંથી લાવવામાં આવ્‍યું હતું.

(11:30 am IST)