Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ફુગાવાના દબાણને કારણે કંપનીઓ ભાવમાં વધારો કરે છેઃ ગ્રાહકો નાના પેકેટ ખરીદે છે

ગ્રાહકો હજુ પણ વસ્‍તુઓના નાના પેકેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને મોટાભાગની નવી ઓફરોએ પેકેટના કદમાં ફેરફાર કર્યોૅ છે

નવી દિલ્‍હી,તા.૧૧: સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં પણ દેશના દૈનિક વપરાશના માલ ઉદ્યોગ (FMCG)માં વપરાશ સાધારણ રહ્યો હતો. એક રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે જૂન ક્‍વાર્ટરની સરખામણીમાં સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં માંગમાં મોટો ઘટાડો થયો છે. ડેટા એનાલિસિસ કંપની NielsenIQ એ ગુરુવારે એક રિપોર્ટ જાહેર કર્યો, જેમાં કહેવામાં આવ્‍યું છે કે વ્‍યાપક ફુગાવાના દબાણને કારણે કંપનીઓ કિંમતોમાં વધારો કરી રહી છે, જેના કારણે ગ્રાહકો ઉત્‍પાદનોના નાના પેકેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

આ ત્રિમાસિક અહેવાલ મુજબ, જૂન ક્‍વાર્ટરની સરખામણીએ સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં FMCG ઉદ્યોગમાં એકંદર માંગમાં ૦.૯ ટકાનો ઘટાડો થયો છે. આ સતત ચોથું ક્‍વાર્ટર છે કે છેલ્લા છ ક્‍વાર્ટરમાં ભાવમાં બે આંકડામાં વૃદ્ધિને કારણે માંગ ધીમી પડી છે. જૂન ક્‍વાર્ટરમાં ગ્રામીણ બજારોમાં માંગ ૨.૪ ટકા ઘટી હતી, જે સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં વધુ ઘટીને ૩.૬ ટકા થઈ હતી. બીજી તરફ, શહેરી બજારોમાં સમાન સમયગાળા દરમિયાન માંગમાં ૧.૨ ટકાનો વધારો થયો હતો. સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં, કરિયાણા અથવા પડોશની દુકાનો જેવા પરંપરાગત માધ્‍યમોમાં માંગમાં ઘટાડો બે ટકા વધ્‍યો હતો.

અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય એફએમસીજી ઉદ્યોગ મૂલ્‍ય આધારિત વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે અને અગાઉના ક્‍વાર્ટરની તુલનામાં જુલાઈ અને સપ્‍ટેમ્‍બર વચ્‍ચે ૮.૯ ટકા વૃદ્ધિ પામી છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે, FMCGમાં માંગ અને કિંમત આધારિત વેચાણ પ્રી-કોવિડ એટલે કે માર્ચ, ૨૦૨૦ના વટાવી ગયું છે. આ મુજબ, ગ્રાહકો હજુ પણ વસ્‍તુઓના નાના પેકેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને મોટાભાગની નવી ઓફરોએ પેકેટની સાઈઝ બદલી નાખી છે.

NielsenIQ મેનેજિંગ ડિરેક્‍ટર (ભારત) સતીશ પિલ્લાઈએ જણાવ્‍યું હતું કે ફુગાવાના દબાણ સિવાય, દેશમાં વરસાદ કેટલાક સ્‍થળોએ ઓછો અથવા વધુ રહ્યો છે. આનાથી ગ્રામીણ બજારોમાં સૂચકાંકો પણ નરમ પડ્‍યા છે.

(10:40 am IST)