Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

સંસદનું શિયાળુ સત્ર મોડું શરૂ થવાની શકયતા : સત્ર સાત ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ચાલશે

સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જૂના બિલ્ડિંગમાં શરૂ થવાની સંભાવના

નવી દિલ્હી : આ વખતે સંસદનું શિયાળુ સત્ર મોડું શરૂ થવાના અહેવાલ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. સામાન્ય રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થતું સંસદનું સત્ર ગુજરાત ચૂંટણીને કારણે મોડું શરૂ થશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

 સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જૂના બિલ્ડિંગમાં શરૂ થવાની શક્યતા છે અને મહિનાના અંત સુધી ચાલશે. સૂત્રોએ આ માહિતી શુક્રવારે 11 નવેમ્બર 2022ના રોજ આપી હતી. તેમણે કહ્યું કે તારીખો અંગે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ લેશે. જ્યારે સત્ર જૂની ઇમારતમાં યોજાય તેવી શક્યતા છે ત્યારે સરકાર આ મહિનાના અંત સુધીમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં આશરે રૂ. 1,200 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવેલી નવી ઇમારતનું પ્રતીકાત્મક ઉદ્ઘાટન કરવાનું પણ વિચારી રહી છે.

(1:13 am IST)