Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ADRનો રિપોર્ટ

રાજકીય પક્ષોની સંખ્યા કેટલી ? ૨૦૧૦માં પાર્ટી હતી ૨૦૧૦ : ૨૦૧૯માં ૨૩૦૧ની થઇ : ૨૦૨૧માં વધીને ૨૮૫૮

અજાણ્યા રજીસ્ટર્ડ રાજકીય પક્ષોની સંખ્યા ૧૧ વર્ષમાં બમણી થઇ

નવી દિલ્હી તા. ૧૨ : ભારતમાં અનેક રાજકીય પક્ષો છે. દેશમાં આઠ રાષ્ટ્રીય પક્ષ, ૫૦થી વધુ માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષો છે. આ ઉપરાંત દેશમાં અનેક માન્યતા ન મળેલી હોય તેવા પણ રાજકીય પક્ષો છે. બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને લઈને ચૂંટણી સંબંધિત અભ્યાસ અને વિશ્લેષણ કરનારા સમૂહ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. જે મુજબ ૨૦૧૦થી ૨૦૨૧ વચ્ચે રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોની સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના વર્ષમાં તો ખુબ વધારો થયો છે.

નવા રજિસ્ટર્ડ રાજકીય પક્ષો કે વિધાનસભા અથવા લોકસભા ચૂંટણીમાં કોઈ રાજયની માન્યતા પ્રાપ્ત પાર્ટી બનવા માટે જરૂરી પર્યાપ્ત મત ટકાવારી નહીં મેળવનારા પક્ષોને બિન માન્યતાપ્રાપ્ત પક્ષ ગણવામાં આવે છે. આમા એવા પક્ષો પણ સામેલ છે જેમણે રજિસ્ટ્રેશન બાદ કયારેય ચૂંટણી લડી નથી. એડીઆરએ નવા રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૧૦માં આવા પક્ષોની સંખ્યા ૧૧૧૨ હતી. જે ૨૦૧૯માં વધીને ૨૩૦૧ થઈ ગઈ અને ૨૦૨૧માં આ સંખ્યા ૨૮૫૮ પર પહોંચી ગઈ.

રિપોર્ટ મુજબ એ વાત પર ભાર મૂકવો જરૂરી છે કે ખાસ કરીને લોકસભા ચૂંટણીવાળા વર્ષોમાં આ પાર્ટીઓની સંખ્યા અસમાન રીતે વધી છે. ૨૦૧૮થી ૨૦૧૯ વચ્ચે તેમાં ૯.૮ ટકા કરતા વધુ વધારો નોંધાયો જયારે ૨૦૧૩થી ૨૦૧૪ વચ્ચે આ વધારો ૧૮ ટકા હતો. એડીઆરએ કહ્યું કે કુલ ૨૭૯૬ રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોમાંથી ૨૦૧૯-૨૦ માટે માત્ર ૨૩૦ કે ૮.૨૩ ટકા રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનું વાર્ષિક ઓડિટ તથા ફકત ૧૬૦ કે ૫.૭૨ ટકાનું વાર્ષિક અનુદાન રિપોર્ટ જાહેરમાં ઉપલબ્ધ છે.

આ વર્ષે જે પાંચ રાજયોમાં ચૂંટણી થવાની છે તે સંબંધઇત ૮૮૯ રજિસ્ટર્ડ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને ઉત્ત્।ર પ્રદેશ, પંજાબ તથા ઉત્ત્।રાખંડથી સંબંધિત આવા માત્ર ૯૦ કે ૧૦.૧૨ ટકા પક્ષો માટે પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર વાર્ષિક ઓડિટ ઉપલબ્ધ છે. જયારે મણિપુર અને ગોવા માટે ૨૦૧૯-૨૦ માટે બિન માન્યતાપ્રાપ્ત પક્ષો અંગે આ જાણકારી ઉપલબ્ધ નથી.

ઉત્ત્।ર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, અને પંજાબ માટે જે ૯૦ બિન માન્યતાપ્રાપ્ત પક્ષોનો ઓડિટ રિપોર્ટ મળ્યો છે તેમણે ૨૦૧૯-૨૦ માટે કુલ ૮૪૦.૨૫ લાખ રૂપિયાની આવક જાહેર કરી હતી. જયારે કુલ ખર્ચો ૮૭૬.૭૬ લાખ રૂપિયા જાહેર કર્યો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં આ બિન માન્યતા પ્રાપ્ત પક્ષોએ પોતાની કુલ આવક કરતા ૩૬.૫૧ લાખ રૂપિયા વધુ ખર્ચ કર્યો હતો. ઉત્તર પ્રદેશની જન રાજય પાર્ચીએ ૨૦૧૯-૨૦ માટે સૌથી વધુ આવક જાહેર કરી હતી. જે ૩૩૮.૦૧ લાખ રૂપિયા હતી. જયારે પાર્ટીનો કુલ ખર્ચ ૩૩૨.૧૬ લાખ રૂપિયા હતો. ઉત્તર પ્રદેશની જ અનારક્ષિત સમાજ પાર્ટી અને અપના દળ (સોનેલાલ) એ આ સમયગાળામાં ક્રમશ બીજી સૌથી વધુ આવક (૧૫૭.૬૮ લાખ રૂપિયા) અને ત્રીજી સૌથી વધુ આવક (૭૬.૦૫ લાખ રૂપિયા) જાહેર કરી હતી.

(10:35 am IST)