Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

દેશમાં વધી રહયો છે દલિતો પર અત્‍યાચારઃઉત્તરપ્રદેશ પ્રથમ નંબરે, ટોપ ૧૦માં ગુજરાત પણ સામેલ

બિહાર બીજા, રાજસ્‍થાન ત્રીજા અને મધ્‍ય પ્રદેશ ચોથા સ્‍થાને

નવી દિલ્‍હીઃ દેશ આજે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્‍યવસ્‍થા બનવા, દરેક ક્ષેત્રમાં આત્‍મનિર્ભર બનવાને લઈને આગળ વધી રહ્યા છે, પરંતુ આજે પણ દલિતો સાથે ભેદભાવ, તેમના પર અત્‍યાચારની ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી. પરંતુ સતત વધી રહી છે. વર્ષ ૨૦૨૦ના આંકડાઓ પર નજર નાખીએ તો દેશમાં એક વર્ષમાં દલિતોની સાથે  અપરાધની ૫૦ હજારથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં નોંધાઈ છે.
આ તથ્‍ય તાજેત્તરમાં જ લોકસભામાં રજૂ કરવામાં આવેલ આંકડામાં સામે આવ્‍યું છે.  તેમાં સામે આવ્‍યું કે, ૩ વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં દેશમાં દલિતોની સાથે અપરાધની ઘટનાઓ સતત વધી રહી છે. વર્ષ ૨૦૨૦માં દલિતો પર અત્‍યાચારને લઈને દેશભરમાં નોંધાયેલ મામલામાં બિહાર દેશમાં બીજા સ્‍થાન પર છે જ્‍યારે રાજસ્‍થાન ત્રીજા, મધ્‍યપ્રદેશ ચોથા અને મહારાષ્‍ટ્ર પાંચમાં  સ્‍થાન પર છે. જ્‍યારે ગુજરાત આ સૂચીમાં ૧૦માં સ્‍થાન પર રહ્યું.
ગુજરાતમાં સુધરી રહી છે સ્‍થિતિ
ગુજરાતની વાત કરીએ તો ગત ત્રણ વર્ષમાં આ સ્‍થિતિમાં સુધારો થઈ રહ્યો છે. દલિતોની સાથે થનાર અત્‍યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. ૨૦૧૮માં જ્‍યાં ગુજરાતમાં દલિત પર અત્‍યાચારના ૧૪૨૬ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં તે ૧૪૧૬ રહ્યા. ૨૦૨૦માં તે ઘટીને ૧૩૨૬ પર આવી ગયા.
૩ વર્ષમાં ૧.૩૯ લાખ ગુના
દેશમાં ગત ૩ વર્ષ ૨૦૧૮-૨૦૨૦ દરમ્‍યાન દલિતો પર અત્‍યાચારના ૧ લાખ ૩૯ હજાર ૪૫ ઘટનાઓ નોંધાઈ છે. ૨૦૧૮માં આ સંખ્‍યા ૪૨,૭૯૩ હતી જે ૨૦૧૯માં વધીને ૪૫,૯૬૧ થઈ ગઈ. ૨૦૨૦માં તે વધીને ૫૦,૨૯૧ પર પહોંચી ગઈ.
અલગ ગ્‍લાસમાં સોડા આપવાનો આરોપ
ગુજરાતના બોટાદ જીલ્લાના માંડવધાર ગામમાં દલિત સમુદાયના લોકોને ગામના દુકાનદાર તરફથી અલગ ગ્‍લાસમાં સોડા આપવાનો આરોપ લાગ્‍યો છે. હેર કટિંગની દુકાનમાં દલિતોના વાળ નહીં કાપવાનો પણ આરોપ છે. તેના પર વડગામના ધારાસભ્‍ય મેવાણીએ ૨૮ ડિસેમ્‍બર ૨૦૨૧ના પોલિસને સાથે રાખી આ ગામમાં દલિત સમાદના લોકો સાથે દુકાન પર ગયા અને બબાલ કરી. ત્‍યાં પહોંચી દુકાનદારને  પોલિસની મદદથી કાયદાકીય પ્રાવધાનની જાણકારી આપી.
અધિકારોને લઈને વધી જાગળકતા
દલિત સમાજના લોકોમાં  શિક્ષાનું પ્રમાણ વધ્‍યું છે. લોકો ખાસ કરીને યુવા પેઢી પોતાના અધિકારો પ્રત્‍યે જાગળત થઈ છે. તેઓ પોતાની સાથે થતા ભેદભાવ વિરુદ્ધ અવાજ ઉઠાવવા, FIR કરાવવાથી પણ હટતા નથી. આ જ કારણ છે કે, આજે દલિતોની  સાથે અત્‍યાચારની નોંધાયેલી ઘટનાઓ વધી છે. ગુજરાત પણ તેનાથી બાકાત નથી.

 

(2:45 pm IST)