Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પીએમ મોદીની સુરક્ષા ચૂક અંગે સુપ્રીમે કરી કમિટિની રચના

રીટાયર્ડ જજ ઇન્‍દુ મલ્‍હોત્રા કરશે તપાસ : રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ

નવી દિલ્‍હી તા. ૧૨ : પીએમ મોદીની સુરક્ષામાં ખામી કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચનાની જાહેરાત કરી છે.આ પાંચ સભ્‍યોની સમિતી પંજાબમાં સુરક્ષાની ખામીઓની તપાસ કરશે
વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સુરક્ષામાં ખામી કેવી રીતે થઈ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની રચનાની જાહેરાત કરી છે. પાંચ સભ્‍યોની સમિતિ પંજાબમાં સુરક્ષાની ખામીઓની તપાસ કરશે. તેનું નેતૃત્‍વ નિવૃત ન્‍યાયાધીશ ઈન્‍દુ મલ્‍હોત્રા કરશે. સુપ્રીમ કોર્ટે હાલની તમામ તપાસ સમિતિઓ પર પણ રોક લગાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પંજાબ સરકાર અને ગૃહ મંત્રાલય બંનેએ આ મામલે તપાસ કરવા માટે પોતાની સમિતિની રચના કરી હતી. બંનેએ કહ્યું હતું કે, તેઓ એક બીજાની તપાસ પર વિશ્વાસ નથી.ᅠ
આ સમિતિમાં ન્‍યાયાધીશ ઈન્‍દુ મલ્‍હોત્રા, ડીજી એનઆઈએ, ડીજી ચંદીગઢ અને પંજાબ એડીજીપી સામેલ હશે. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, હાઈકોર્ટના રજીસ્‍ટ્રાર જનરલે આ કેસ સાથે સંબંધિત તમામ રેકોર્ડ સમિતિના અધ્‍યક્ષ ઈન્‍દુ મલ્‍હોત્રાને વહેલી તકે સોંપી દેવા જોઈએ. સમિતિને આ કેસ અંગે વહેલી તકે અહેવાલ તૈયાર કરવા કહેવામાં આવ્‍યું છે. ᅠસુપ્રીમ કોર્ટે હજી સુધી તેના આદેશમાં સમયમર્યાદા નક્કી કરી નથી. કોર્ટે કહ્યું કે, સમિતિ વહેલી તકે પોતાનો અહેવાલ રજૂ કરશે સમિતિ સુરક્ષાખામીઓનું મૂળ કારણ શું હતું. તેનો અભ્‍યાસ કરશે અને સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે અન્‍ય કયા પગલાં લઈ શકાય ?ᅠ
આ પહેલા ᅠપંજાબ અને કેન્‍દ્ર સરકાર તપાસને લઈને આમને સામને આવી ગયા હતાં. પંજાબની સમિતિ પંજાબ હરિયાણા હાઈકોર્ટના નિવૃત્ત ન્‍યાયાધીશ અને પંજાબના ગૃહ સચિવ હતાં. કેન્‍દ્રની સમિતિમાં ગૃહ મંત્રાલયના અધિકારીઓ હતાં. બંનેએ આરોપ લગાવ્‍યો હતો કે, તપાસમાં પક્ષપાતના આરોપો છે. ઉલ્લેખનીય છે કે, ૫મી જાન્‍યુઆરીએ પીએમ મોદી પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂકનો કેસ નોંધવામાં આવ્‍યો હતો. આ દરમિયાન દેખાવકારો ખેડૂતો હોવાથી પીએમનો કાફલો હાઈવે પર ૨૦ મિનિટ સુધી અટવાયો હતો.

 

(3:41 pm IST)