Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સપાના ધારાસભ્ય હરિઓમ યાદવ બીજેપીમાં સામેલ થયા

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં તરજોડનું રાજકારણ જારી : હરિઓમ યાદવ પણ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે, તેઓ સમાજવાદી પાર્ટીમાંથી હાલમાં સસ્પેન્ડ થયેલા છે

નવી દિલ્હી, તા.૧૨ : યુપીની ચૂંટણી પહેલા યોગી સરકારના દિગ્ગજ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે ભાજપ સાથે છેડો ફાડયો છે.તેઓ હવે સમાજવાદી પાર્ટીમાં જોડાશે તેવી અટકળો છે.
બીજી તરફ ભાજપે પણ કાઉન્ટર એટેક કરીને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવના વેવાઈ હરિઓમ યાદવને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. હરિઓમ યાદવ પણ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે.તેઓ સમાજવાદી પાર્ટીમાંથી હાલમાં સસ્પેન્ડ થયેલા છે.તેમને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા.તેમના પર પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ મુકાયો હતો અને અખિલેશ યાદવે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ મુલાયમસિંહ યાદવના વેવાઈ પણ થાય છે.હરિઓમ યાદવના ભાઈની પુત્રીના લગ્ન મુલાયમ સિંહ યાદના ભાઈના પુત્ર સાથે થયા છે.

 

(7:49 pm IST)