Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઈરાને કહ્યું - જો અમે ના હોત ઈસ્લામનુ પવિત્ર સ્થળમક્કા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના કબ્જામાં હોત.

વિદેશ મંત્રીએ કહ્યુ કે ઈરાન સીરિયા અને ઈરાક જેવા દેશોની ઈસ્લામિક સ્ટેટ સામે લડવામાં મદદ કરત નહીં તો મધ્ય-પૂર્વની સ્થિતિ આવી હોત નહીં, જેવી આજે છે.

નવી દિલ્હી :ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયને કહ્યુ કે જો ઈરાન અને કુડ્ઝ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની હોત નહીં તો ઈસ્લામનુ પવિત્ર સ્થળ મક્કા આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના કબ્જામાં હોત. વિદેશ મંત્રીએ કહ્યુ કે ઈરાન સીરિયા અને ઈરાક જેવા દેશોની ઈસ્લામિક સ્ટેટ સામે લડવામાં મદદ કરત નહીં તો મધ્ય-પૂર્વની સ્થિતિ આવી હોત નહીં, જેવી આજે છે.

 

હુસૈન અમીર-અબ્દુલ્લાહિયને અલજજીરાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યુ, ઈરાને આ ક્ષેત્રમાં કઈ વાતને મજબૂત બનાવ્યુ? અમેરિકા દ્વારા શહીદ સુલેમાનીના માર્યા જવાની બીજી વર્ષગાંઠ પર, અમે સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ કે ઈરાન હંમેશાથી આ ક્ષેત્રમાં તરક્કીના પક્ષમાં રહ્યુ છે અને રહેશે.

ઈરાનના વિદેશ મંત્રીએ આગળ કહ્યુ, જો ઈરાન અને જનરલ સુલેમાનીએ ISIS અને અન્ય આતંકી સંગઠનો સામે લડવામાં આ વિસ્તારના દેશો, ખાસ કરીને સીરિયા અને ઈરાકનો સહયોગ કરવામાં આવ્યો નહીં તો આ વિસ્તાર તેવો જોવા ના મળત જેવો આજે જોવા મળી રહ્યો છે. મક્કા ISIS અને આતંકવાદીઓના કબ્જામાં હોત.

 

ઈરાનના વિદેશ મંત્રીએ એ પણ કહ્યુ કે બીજા દેશ વિચારે છે કે આવુ કરીને અમે આ વિસ્તારના દેશોના આંતરિક મામલે દખલ કરીએ છીએ પરંતુ આ યોગ્ય નથી.

તેમણે કહ્યુ, અમે સ્પષ્ટ કરી દેવા ઈચ્છીએ છીએ કે અમારી મિસાઈલ વિસ્તારના દુશ્મનની તરફ લક્ષિત છે. ઈરાનના દુશ્મનોની તરફ અને ઈસ્લામિક દુનિયાના દુશ્મનોની તરફ. મારુ માનવુ છે કે આ વિસ્તાર અને ઈસ્લામિક વર્લ્ડ ના અમારા મિત્ર દેશ પણ વિસ્તારની સુરક્ષા અને સ્થિરતા માટે અમારી જરૂરિયાતને સમજી શક્યા છે.

(8:42 pm IST)