Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

યુપીમાં આકાશી વીજળી કાળ બની ત્રાટકી : એક દિવસમાં 40 લોકોનો ભોગ લીધો

કાનપુર અને આજુબાજુના જિલ્લામાં 22 લોકોના અને પ્રયાગરાજ, કૌશંબી અને પ્રતાપગઢમાં 16 લોકોના મોત ઉપરાંત 43 પશુઓના પણ મોત નિપજ્યા

યુપીમાં રવિવારે આંધી-તોફાન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. આકાશી વીજળી ત્રાટકતા પાંચ મહિલાઓ સહિત 35 લોકોના મોત થતા હડકંપ મચ્યો છે

સૌથી વધારે મોત કાનપુરમાં થયા છે. અહીં પાંચ લોકોની ઉપરાંત 43 પશુઓના પણ મોત થયા છે. યુપીમાં ઘણા જિલ્લામાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો છે. વરસાદ દરમિયાન કેટલાક જિલ્લામાં વીજળીનો પ્રકોપ જોવા મળ્યો છે. આકાશીય વીજળી ત્રાટકતા પ્રયાગરાજ, કૌશંબી અને પ્રતાપગઢમાં 14 લોકોના તો કાનપુર અને તેની આજુબાજુના જિલ્લામાં 18 લોકોના મોત થયા છે.

 

કાનપુરના ભોગનીપુર વિસ્તારમાં વીજળી પડતા પાંચ લોકોના મોત થયા હતા. તો ઘાટમપુર વિસ્તારમાં એક યુવક અને 43 પશુઓના મોત થયા હતા. ફતેહપુરના અસોથર, બકેવર, ચાંદપુરમાં વીજળી પડતા ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા.

 

બાંદામાં વીજળી પડતા બે બાળકોના મોત થયા હતા. હમીરપુરમાં પણ આકાશીય વીજળીએ કેર વર્તાવ્યો હતો. અહીં બે લોકોના મોત થયા હતા. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મોત થયા લોકોમાં પણ દહેશતનો માહોલ છે.

 

(12:00 am IST)