Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સૂર્ય પર ઉઠેલું મહાકાય સોલર તોફાનથી પૃથ્વીને મોટો ખતરો 16 લાખ કી,મી પ્રતિ કલાકની ઝડપ

ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાવાની શક્યતા: મોબાઈલ ફોન અને સેટેલાઈટ ટીવીના સિગ્નલ નબળા પડી શકે: વિશ્વભરમાં લાઈટ ગુલ થઈ શકે

નવી દિલ્હી : સૂર્ય પર ઉઠેલું મહાકાય સૌર તોફાન 16 લાખ કિમી પ્રતિ કલાકની ઝડપે ધસી રહ્યું છે અને તે સોમવારે ગમે ત્યારે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ સોલર તોફાનથી પૃથ્વીનું બહારનું વાતાવરણ ગરમ થઈ શકે છે અને તેની સેટેલાઈટ પર સીધી અસર પડશે. તેની સાથે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન અને સેટેલાઈટ ટીવીના સિગ્નલ નબળા પડી શકે છે. આ તોફાન રવિવાર કે સોમવારે કોઈપણ સમયે પૃથ્વી સાથે ટકરાય શકે છે. જેના કારણે વિશ્વભરમાં લાઇટ ગુલ થઈ શકે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રભુત્વવાળા અંતરિક્ષના એક ક્ષેત્રમાં આ તોફાનનો વધુ પ્રભાવ જોવા મળી શકે છે.

તેનાથી ધરતીનું બાહ્વ વાયુમંડળ ગરમ થઈ શકે છે જેની સીધી અસર સેટેલાઇટ પર પડશે, તેનાથી જીપીએસ નેવિગેશન, મોબાઇલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવીમાં વિક્ષેપ પડી શકે છે. પાવર લાઇન્સમાં કરંટ તેજ બની શકે છે. પરંતુ સામાન્ય રીતે આવુ ઓછુ થાય છે કારણ કે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર તેની વિરુદ્ધ સુરક્ષા કવચનું કામ કરે છે.

સ્પેસવેધરના રિપોર્ટ અનુસાર 1582માં આવેલા મહાતોફાન દુનિયામાં જોવા મળ્યું હતું અને તે સમયે લોકોને લાગ્યું કે ધરતી ખતમ થવાની છે. તે સમયના પોર્ટુગલના લેખક સોઆરેસે લખ્યુ છે, ઉત્તરી આકાશમાં ચારે તરફ ત્રણ રાતો સુધી માત્ર આગ જ જોવા મળી રહી હતી.

(12:00 am IST)