Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાહુલ ગાંધી દરરોજ 25 કિલોમીટર ચાલવા ઇચ્છુક : ભાજપ માટે ચિંતાનું કારણ બની ભારત જોડો યાત્રા : જયરામ રમેશ

કોંગ્રેસે કહ્યું -'જે રીતે ભાજપના નેતાઓ તરફથી ખોટા અને પાયાવિહોણા નિવેદનો આવી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ મુશ્કેલીમાં છે

નવી દિલ્હી :કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના કાફલા સાથે તમિલનાડુથી કેરળ આવ્યા છે. ભાજપની આરએસએસની વિચારધારા સામે કોંગ્રેસ પણ ઉગ્ર બની છે. પાર્ટીના નેતાઓ સતત સત્તાધારી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ફરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. રમેશે કહ્યું કે કોંગ્રેસની ભારત જોડો યાત્રાના કારણે ભાજપ મુશ્કેલીમાં આવી ગયું છે

કોંગ્રેસે કહ્યું કે, ‘જે રીતે ભાજપના નેતાઓ તરફથી ખોટા અને પાયાવિહોણા નિવેદનો આવી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ મુશ્કેલીમાં છે.’ ‘ભારત જોડો યાત્રા’ને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ અંગે જયરામે કહ્યું કે યાત્રા દરમિયાન તેમનામાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે અમારી મુલાકાતનો એક હેતુ કાર્યકરોનો ઉત્સાહ અને મનોબળ વધારવાનો છે. રમેશે જણાવ્યું કે પાર્ટીની યાત્રામાં દરરોજ સવારે 5 હજાર લોકો ભાગ લે છે, જ્યારે સાંજે 23થી 30 હજાર લોકો ભેગા થાય છે .

(12:45 am IST)