Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

યુક્રેનના યુધ્ધના કારણે મોંઘવારીથી મોટાભાગના દેશો મુશ્કેલીમાં

IMF દબાણનો સામનો કરી રહેલા દેશોને ઇમરજન્સી ફંડ આપવાની યોજના પર વિચાર કરી રહી છે

વોશિંગ્ટન તા. ૧૩ : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના એકિઝકયુટિવ બોર્ડે સોમવારે ચાલી રહેલા યુક્રેન યુદ્ઘને કારણે વિશ્વભરમાં ખાદ્યપદાર્થોની વધતી કિંમતોના દબાણનો સામનો કરી રહેલા દેશોને કટોકટી ભંડોળ પૂરું પાડવાની યોજના પર વિચારણા કરી હતી. IMF આ યોજના રશિયા દ્વારા હુમલો કરી ચુકેલા યુક્રેન અને તેનાથી પીડિત અન્ય દેશોને ખાદ્યપદાર્થોના ભાવની મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરશે.

ન્યૂઝ એજન્સી રોઈટર્સના એક સમાચાર અનુસાર તાજેતરના મહિનાઓમાં IMFએ આ પ્લાન તૈયાર કર્યો છે. જેના કારણે યુદ્ઘના કારણે બજેટની સમસ્યાથી ઝઝૂમી રહેલા દેશોને નિયમિત ફંડ પ્રોગ્રામની જરૂરી શરતો લાગુ કર્યા વિના IMF મદદ મળશે. જો કે હજુ આ યોજનાને ઔપચારિક રીતે મંજુરી આપવામાં આવી નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં, બોર્ડના મોટાભાગના સભ્યો સામાન્ય રીતે બેઠકમાં આ ડ્રાફટને ટેકો આપતા હતા. ઓકટોબરમાં IMF વાર્ષિક બેઠક પહેલાં યોજના માટે ઔપચારિક મતદાનની અપેક્ષા છે.

જો આ યોજના મંજૂર કરવામાં આવે છે, તો તે વર્તમાન કટોકટી ભંડોળ સહાયની મર્યાદાને અસ્થાયી રૂપે વધારશે. આનાથી તમામ સભ્ય દેશો IMF રેપિડ ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ તેમના IMFકવોટાના વધારાના ૫૦% સુધી ઉધાર લઈ શકશે. જયારે ઓછી આવક ધરાવતા દેશો ઝડપી ક્રેડિટ સુવિધાનો લાભ લઈ શકે છે. ત્પ્જ્દ્ગક આ યોજના સરળ છે અને તેનાથી ઘણા દેશોને મદદ મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર રશિયાના હુમલા બાદ વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોની સપ્લાય પ્રભાવિત થઈ છે. પુરવઠા માર્ગો બંધ થવાને કારણે અને વિવિધ પ્રકારના વેપાર પ્રતિબંધોને કારણે યુદ્ઘની શરૂઆત પછી વિશ્વભરમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો હતો. જો કે, યુક્રેનિયન બંદરો પરથી અનાજની નિકાસ ફરી શરૂ કરવા માટે ગયા મહિને યુએનની મધ્યસ્થી કરારથી અનાજના વેપારમાં સુધારો થયો છે અને તેના ભાવમાં અમુક અંશે ઘટાડો થયો છે.(

(12:45 pm IST)