Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

હવે રશીયા પર ભારે પડી રહી છે યુક્રેનીયન સેના

૬૦૦૦ ચોરસ કિલોમીટર થી વધારે વિસ્‍તાર પર ફરીથી કબ્‍જો

કીવ : યુક્રેનના રાષ્‍ટ્રપતિ ઝેલેંસ્‍કીએ દાવો કર્યો છે કે આ મહિનાની શરૂઆતથી અત્‍યાર સુધીમાં યુક્રેનની સેનાએ દેશના ૬૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્‍તારને રશીયન સેના પાસેથી મુકત કરાવી લીધો છે. પોતાના એક વીડીયો સંબોધનમાં રાષ્‍ટ્રપતિએ સોમવારે કહ્યું કે સપ્‍ટેમ્‍બરની શરૂઆતથી અમારા સૈનિકોએ પૂર્વ અને દક્ષિણમાં ૬૦૦૦ ચોરસ કિલોમીટરથી વધારે યુક્રેનીયન વિસ્‍તાર છોડાવી લીધો છે. અમારા સૈનિકો આગળ વધી રહ્યા છે.

રાષ્‍ટ્રપતિ ઝેલેંસ્‍કીએ પ૭ મી સેપરેટ મોટરાઇઝડ ઇન્‍ફન્‍ટ્રી બ્રિગેડનો આભાર માન્‍યો જે પૂર્વમાં ભારે લડાઇનમાંથી બહાર આવી છે અને દક્ષિણ મોર્ચે બહુ સાહસ અને આત્‍મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. તો પ૯ મી સેપરેટ મોટરાઇઝડ ઇન્‍ફન્‍ટ્રી બ્રીગેડ જે મુશ્‍કેલ, ખુલ્લા વિસ્‍તાર અને રશીયન તોપખાનાની આગ વચ્‍ચે સતત આગળ વધી રહી છે. આ ઉપરાંત ૧ર૮ મી સેપરેટ માઉન્‍ટન એસોલ્‍ટ બ્રિગેડ, જેણે વધી વસાહતોને મુકત કરાવી છે અને રશીયન સૈનિકોના યુનિટોને પ્રભાવ રીતે બિન અસરકારક કરી નાખ્‍યા છે.

જો કે ઝેલેંસ્‍કીએ એ નથી જણાવ્‍યું કે યુક્રેનના કયા શહેરો અને ગામોને રશીયન સેના પાસેથી મુકત કરાવાય છે. રશીયાએ સ્‍વીકાર્યુ છે કે તેણે ઉતર પૂર્વ વિસ્‍તારના મુખ્‍ય શહેરો બાલાકલીયા, ઇજીયમ અને કુપિયાંસ્‍કને ગુમાવ્‍યા છે. હજુ પણ યુક્રેનના પાંચમા ભાગ પર રશીયાનું નિયંત્રણ છે.

(3:54 pm IST)