Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

મુકુલ રોહતગી બીજીવાર બનશે દેશના એટર્ની જનરલ

૧ ઓકટોબરથી સંભાળશે હોદ્દો

નવી દિલ્‍હી :  સીનીયર એડવોકેટ મુકુલ રોહતગી ભારતના નવા એટર્ની જનરલ બનશે. ૧ ઓકટોબરથી તેઓ આ હોદ્દાનો કાર્યભાર સંભાળશે. આ પહેલા ૧૯ જુન ર૦૧૪ ના રોજ તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને દેશના એટર્ની જનરલ બનાવ્‍યા હતા. મુકુલ ૧૮ જુન -ર૦૧૭ સુધી દેશના ૧૪ મા એટર્ની જનરલના પદ પર રહ્યા હતા. મુકુલ રોહતગી દેશના જાણીતા વકીલ છે. વર્તમાન એટર્ની જનરલ કે.કે. વૈણુગોપાલનો કાર્યકાળ ૩૦ સપ્‍ટેમ્‍બરે પુરો થઇ રહ્યો છે. અને તેમણે પોતાનો કાર્યકાળ આગળ લંબાવવાની ના પાડી છે. ૯૧ વર્ષના વેણુગોપાલને દેશના ટોચના કાયદા અધિકારીઓ કાર્યભાર ૩૦ જુન-ર૦૧૭ માં સોંપાયો હતો અને ઘણીવાર તે લંબાવાયો હતો. છેલ્‍લે ર૯ જુને તેમનો કાર્યકાળ ૩ મહિના માટે લંબાવાયો હતો. હાલમાં જ વેણુગોપાલે સુપ્રિમ કોર્ટને સંકેત આપ્‍યો હતો કે ૩૦ સપ્‍ટેમ્‍બર પછી તે આ પદ નહીં સંભાળે. દેશના ટોચના વકીલોમાંના એક મુકુલ રોહતગીએ આ હોદ્દો સંભાળવા માટે સંમતિ આપી છે.

(4:19 pm IST)