Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ટી-૨૦ વર્લ્ડ કપ બાદ આફ્રિકાના કોચ બાઉચર રાજીનામું આપી દેશે

સાઉથી આફ્રિકન ક્રિકેટ બોર્ડે ટ્વીટર ઉપર કરી જાહેરાત

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.  આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર બાઉચરે મુખ્ય કોચના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે તાજેતરમાં જ સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી ૨-૧થી હારી ગયું છે.  

બાઉચરના રાજીનામાના સમાચાર દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડએ આપ્યા છે. ટ્વિટર પર બાઉચરનો ફોટો શેર કરતા તેણે પોસ્ટમાં લખ્યું,  પ્રોટીઝ (દક્ષિણ આફ્રિકા ટીમ)ના મુખ્ય કોચ માર્ક બાઉચર ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ પછી મુખ્ય કોચ પદ છોડી દેશે.

આફ્રિકન બોર્ડે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, બાઉચરે પોતાના ભવિષ્ય અને અંગત હેતુઓ માટે બીજી તકની શોધમાં કોચ પદેથી રાજીનામું આપ્યું છે.  ક્રિકેટ સાઉથ આફ્રિકા ખૂબ જ દુઃખી છે કે બાઉચર તેના કરારને લંબાવવામાં અસમર્થ છે. બોર્ડ તેમના નિર્ણયનો આદર કરે છે અને બાઉચરને ભવિષ્યમાં તેની નવી સંભાવનાઓ માટે શુભેચ્છા પાઠવે છે

(4:19 pm IST)