Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

હિંદૂ પુરપીડિતોની દુર્દશાનું રિપોર્ટીગ કરનાર પત્રકારની ધરપકડ

પાકિસ્‍તાની પોલીસની વધુ એક નાપાક હરકત

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાન પોલીસે બુધવારે પત્રકાર નસરલ્‍લાહ ગદ્દાનીની ધરપકડ કરી હતી. સિંધના મીરપુર મથેલોમાં ભાગરી સમાજના પાકિસ્‍તાનની હિંદુઓની સ્‍ટોરી કચર કરવા માટે તેને ૫ દિવસની રિમાંડ પર લેવાયો છે. પત્રકારે જણાવ્‍યુ કે સ્‍થાનિક પ્રશાસને ભાગરી સમાજના લોકોને હિંદુ હોવાના કારણે પુર રાહત શિબિરમાંથી કાઢી મૂકયા હતા. આ કવરેજનો એક વીડીયો ઇન્‍ટરનેટ મીડીયા પર વાયરલ થઇ ગયો છે.

વીડીયોમાંૅ પૂર પિડીતોને વિનાશકારી કુદરતી આપતિ વચ્‍ચે પાણી, ભોજન અને આશ્રય સહિતની જરૂરી સુવિધઓથી વંચીત થયા પછી દેશમાં પોતાની ખરાબ સ્‍થિતિ અંગે રોતા જોઇ શકાય છે. પાકિસ્‍તાનના આ પુરથી ૩૩ મીલીયનથી વધારે લોકોને અસર થઇ છે.

વીડીયોમાં ભાગરી સમાજના લોકો પોતાની ભયાનક સ્‍થિતિ અને સ્‍થાનિક પ્રશાસનના તેમના પ્રત્‍યેના વ્‍યવહારને બતાવતા દેખાય છે. હિંદુઓએ કહ્યું કે સ્‍થાનિક પ્રશાસનને તેમને એવું કરીને રાહત શિબિરમાંથી બહાર કાઢી મૂકયા કે તેઓ પૂર પિડીતો નથી.

વીડીયોમાં એક પૂર પીડિતને રોતો અને એવું કહેતો દેખાઇ રહ્યો છે કે અમને હિંદુ હોવાના કારણે શિબીરમાંથી બહાર કાઢી મૂકાયા છે. તેમણે અમને ભોજન અને પાણી પણ આપવાની ના પાડી દીધી છે. તેઓ એવું કહે છે કે અમે પુર પીડિત નથી. હવે અમે કયાં જઇએ.

આનાથી તદ્દન વિપરીત, બલૂચિસ્‍તાનમાં હિંદુ સમાજે પુર પીડિત લોકોને આશ્રય આપવા માટે એક મંદિરના દરવાજા ખોલીને માનવતા અને ધાર્મિક સદભાવનો વધુ એક સંકેત આપ્‍યો છે. બલૂચિસ્‍તાનના કચ્‍છી જીલ્‍લામાં જલાલખાનના એક નાનકડુ ગામ પુરના કારણે બાકીના જીલ્‍લાથી કપાઇ ગયું છે. ડોન અખબારના રિપોર્ટ અનુસાર, સ્‍થાનિક લોકોએ બાબા મધુદાસ મંદિરના દરવાજા પુરપીડિત લોકો માટે ખોલી નાખ્‍યા છે.

(4:20 pm IST)