Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

દિલ્‍હી-ગાઝીયાબાદ સહિત દેશમાં ૩૩ સ્‍થળોએ સીબીઆઇના દરોડા

જમ્‍મુ-કાશ્‍મીર સબ ઇન્‍સ્‍પેકટર ભરતી કૌભાંડ

નવી દિલ્‍હી : જમ્‍મુ કાશ્‍મીર પોલીસમાં સબ ઈન્‍સ્‍પેકટરની જગ્‍યાઓ માટે થયેલ ભરતીમાં અનિયમિતતા બાબતે કેન્‍દ્રીય તપાસ એજન્‍સી સીબીઆઇએ દેશભરમાં દરોડાઓ પાડયા છે. સીબીઆઇની ટીમોએ વિભીજન્ન રાજયોમાં ૩૩ સ્‍થળોએ તલાશી અભિયાન શરૂ કર્યુ છે.

સમાચાર એજન્‍સી અનુસાર, જમ્‍મુ, શ્રીનગર, હરિયાણાના કેટલાક જીલ્લાઓ, ગાંધીનગર, ગાઝીયાબાદ, બેંગ્‍લોર અને દિલ્‍હી સહિતના ૩૩ સ્‍થળોએ તલાશી અભિયાન ચલાવાયું છે. આ ઉપરાંત સીબીઆઇએ ખાલીદ જહાંગીર અને ભૂતપૂર્વ ચેરમેન અશોકકુમારના સ્‍થળો પર પણ દરોડા પાડયાં છે. જમ્‍મુ-કાશ્‍મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરો પર પણ દરોડાઓ પડાયા છે.

(4:39 pm IST)