Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ચૂંટણી લડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી :કાયદાએ આપેલો અધિકાર છે : : વિશ્વનાથ પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટ ફગાવી :1 લાખ રૂપિયાનો દંડ કર્યો :રાજ્યસભાની ચૂંટણી માટે ટેકો આપનાર વ્યક્તિનું નામ લખવાના નિયમને પડકાર્યો હતો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી લડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી, પરંતુ કાયદા દ્વારા આપવામાં આવેલ અધિકાર છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની ખંડપીઠે વિશ્વનાથ પ્રતાપ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનને ફગાવી દેતાં કહ્યું હતું કે, "કોઈ વ્યક્તિ એવો દાવો કરી શકે નહીં કે તેને ચૂંટણી લડવાનો અધિકાર છે અને તેથી તે ટેકો આપનારનું નામ લખ્યા વિના નામાંકન દાખલ કરી શકે.કોર્ટે સિંહને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સિંઘે સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને રાજ્યસભાની ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનને પડકાર્યો હતો, કારણ કે તેમના નામનો પ્રસ્તાવ મૂકનાર યોગ્ય પ્રસ્તાવક વિના તેમને નામાંકન દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. હાઈકોર્ટે તેમની દલીલને ફગાવી દીધી હતી કે તેમના વાણી અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે

(6:53 pm IST)