Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

વિજયા દશમી નિમિત્તે 2 ઓક્ટોબરના રોજ પથ સંચલન માટે આરએસએસના સભ્યોએ મદ્રાસ હાઇકોર્ટ પાસે પરવાનગી માંગી : ચેન્નાઈ પોલીસ "RSS સામે પૂર્વગ્રહ ધરાવતી હોવાથી હજુ સુધી મંજૂરી આપી નથી :.મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો : સંઘના પૂર્ણ ગણવેશમાં મ્યુઝિક બેન્ડ સાથે સરઘસ કાઢવા માટે દરેક રાજ્યો મંજૂરી આપતા હોવાનો દાવો : 22 સપ્ટેમ્બર, 2022ના રોજ સુનાવણી

ચેન્નાઇ : મદ્રાસ હાઈકોર્ટે સોમવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સભ્યો દ્વારા "મ્યુઝિકલ બેન્ડ"ની આગેવાની હેઠળ એક સરઘસ અને 2 ઓક્ટોબરના રોજ જાહેર સભા કાઢવાની પરવાનગી માંગતી અરજી પર તમિલનાડુ સરકારનો જવાબ માંગ્યો હતો [જી સુબ્રમણ્યન વિ. તામિલનાડુ રાજ્ય].

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નાઈ પોલીસ "RSS સામે પૂર્વગ્રહયુક્ત" હતી અને હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તેઓ આ કાર્યક્રમ માટે પરવાનગી આપવા નિર્દેશ કરે.

અરજદારોએ જસ્ટિસ જીકે ઇલાન્થિરાયને જણાવ્યું હતું કે તેઓએ ચેન્નાઈ પોલીસ અને અન્ય સંબંધિત રાજ્ય સરકારના અધિકારીઓને પત્ર લખીને પરવાનગી માંગી હતી, પરંતુ હજુ સુધી જવાબ મળ્યો નથી.

તેમણે એમ પણ કહ્યું કે કેટલાક સભ્યોએ 2014માં આવી જ એક ઇવેન્ટ માટે સ્થાનિક પોલીસ પાસે પરવાનગી માંગી હતી પરંતુ તેમને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

આરએસએસ, અરજી મુજબ, ભારતની આઝાદીના 75 વર્ષ, ડૉ બીઆર આંબેડકરની જન્મજયંતિ અને વિજયાદસ્મીનો પ્રસંગ - 2 ઓક્ટોબરે એકસાથે ઉજવવાનું આયોજન કર્યુંછે.

બધા સભ્યો અને સ્વયંસેવકો ઓલિવ ગ્રીન શોર્ટ્સ, સફેદ શર્ટ, બેલ્ટ, કેપ અને કાળા શૂઝનો યુનિફોર્મ પહેરશે."તથા મ્યુઝિકલ બેન્ડની આગેવાની હેઠળ શોભાયાત્રા બપોરે 3 કલાકે નીકળશે અને સાંજે 6 થી 7.30 દરમિયાન સભા યોજાશે.

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર રાજ તિલકે જોકે સિંગલ જજને કહ્યું હતું કે પોલીસને ઘણી સમાન અરજીઓ મળી છે અને તેનો નિર્ણય 22 સપ્ટેમ્બર, 2022 સુધીમાં લેવામાં આવશે.

તદનુસાર, સુનાવણી 22 સપ્ટેમ્બર, 2022 પર મુલતવી રાખવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)