Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી દવાની નવી યાદી જાહેર : 34 નવી દવા સામેલ :26 દવા યાદીમાંથી હટાવી

હવે જરૂરી દવાઓની યાદી (NLEM 2022)માં 384 દવા થઇ જે 2015માં સામેલ 376માં હતી.

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી દવાની નવી યાદી જાહેર કરાઈ છે, આ યાદીમાં 34 નવી દવાને સામેલ કરાઈ છે, અને બીજી 26 દવાઓને આ યાદીમાંથી હટાવી દેવાઈ છે,હવે જરૂરી દવાઓની યાદી (NLEM 2022)માં 384 દવા છે, જે 2015માં સામેલ 376માં હતી. કોવિડ-19 દવા અને રસીને એનએલઇએમ 2022નો ભાગ બનાવવામાં નથી આવી કારણ કે તે ઇમરજન્સી ઉપયોગ હેઠળ આવે છે.

NLEM 2022માં મોટા ભાગની દવા એન્ટી-ઇન્ફેક્ટિવ (એન્ટી બાયોટિક્સ, એન્ટી ફંગલ વગેરે) ડાયાબિટિસની સારવાર માટે દવા, HIB, ટીવી, કેન્સરની કેટલીક દવા, ગર્ભનિરોધક, હાર્મોનલ દવા, ચોક્કસ રક્ત ગંઠાઇ જવાની વિકૃતિઓ, વિકૃતિઓ સબંધિત દવાઓ, સામાન્ય એન્ટિ બાયોટિક્સ જેવી દવાઓ છે. મેરોપેનેમ, સેફ્યુરોક્સાઇમ, લોકપ્રિય એન્ટિ- ડાયાબિટિક દવાઓ જેમ કે ઇન્સ્યુલિન ગ્લેર્ગિન અને ટેનેલિગ્લિપ્ટિન NLEM 2022નો ભાગ છે.

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે આ યાદીનો મુસદ્દો તૈયાર કરવો એ એક લાંબી પ્રક્રિયા છે અને આખા ભારતના લગભગ 350 નિષ્ણાતોએ NLEM 2022નો મુસદ્દો તૈયાર કરવા માટે 140થી વધુ પરામર્શ બેઠકો યોજી છે. આ પછી આ દવાઓને જરૂરી દવાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સલામતી, અસરકારકતા અને કિંમતના આધારે જરૂરી દવાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીઓ દેશમાં રોગના ભારણ અને વર્તમાન સારવાર લાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ સાથે આ દવાઓની કિંમત પણ તેના આધારે નક્કી કરવામાં આવે છે.

 

NPPA આ દવાની કિંમતને હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ફુગાવાના આધારે નક્કી કરે છે. અન્ય તમામ દવાઓ માટે, કંપનીની વાર્ષિક વધુમાં વધુ 10 ટકા સુધીના વધારાની પરવાનગી છે.

મહત્વપૂર્ણ છે કે NLEM 2022માં 384 દવા લગભગ 1000 ફૉર્મૂલેશનને કવર કરશે. NLEM 2015માં 376 દવાઓમાં લગભગ 800 ફૉર્મૂલેશન સામેલ હતી. 2015 દરમિયાન અનુસૂચિત દવાઓ (NLEM દવા)એ 1.6-1.7 ટ્રિલિયન રૂપિયાના ઘરેલુ ફાર્મા બજારમાં લગભગ 17-18 ટકાનું યોગદાન આપ્યુ હતુ.

 

(9:15 pm IST)