Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કર્ણાટક જીતવા માટે ભાજપ તમામ પ્રયાસો કરશે : રાજયના પ્રવાસ માટે ત્રણ ટીમો બનાવી : આગામી ચૂંટણી માટે મેદાન તૈયાર કરશે

ત્રણ ટીમોમાં પહેલી ટીમના નેતા તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ નલિન કુમાર કાતિલ : ભાજપ કર્ણટકની ચૂટણી મુદ્દે ચિંતામાં છે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને હજુ વાર છે પણ ભાજપના આંતરિક સર્વેમાં કપરાં ચઢાણ હોવાનું તારણ નિકળતાં ભાજપે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે ભાજપે રાજ્યના પ્રવાસ માટે ત્રણ ટીમો બનાવી છે. આ ત્રણ ટીમ સમગ્ર કર્ણાટકનો પ્રવાસ કરીને આગામી ચૂંટણી માટે મેદાન તૈયાર કરશે.

આ ત્રણ ટીમોમાં પહેલી ટીમના નેતા તરીકે ભાજપના પ્રદેશ પ્રમુખ નલિન કુમાર કાતિલ છે. બીજી ટીમની આગેવાની ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદુરપ્પાને સોંપાઈ છે કે જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહ પણ હશે. ત્રીજી ટીમનું નેતૃત્વ ખુદ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ કરશે. દરેક ટીમમાં સાતથી આઠ સભ્યો હશે.

રાષ્ટ્રીય મહામંત્રી સી. ટી. રવિ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો સદાનંદ ગૌડા અને જગદીશ શેટ્ટર, કેન્દ્રીય પ્રધાનો પ્રહલાદ જોશી અને રાજ્ય પ્રધાનો ઈશ્વરપ્પા અને આર. અશોક જેવા ધુરંધરોને અલગ અલગ ટીમોમાં મૂકાયા છે તેના પરથી જ સ્પષ્ટ છે કે, ભાજપ કર્ણાટકની ચૂંટણી મુદ્દે ચિંતામાં છે.

(9:51 pm IST)