Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

યુક્રેને યુધ્ધમાં ટકકર આપતા રશિયાની સૈન્ય કાર્યવાહી ભીષણ યુધ્ધમાં ફેરવાઇ છે. યુક્રેનને નાટો દેશોએ આડકતરી રીતે મદદ કરી પરંતુ મહાસત્તા રશિયા સામે સીધા ટકરાવાનું ટાળ્યું

ફિનલેન્ડના મહિલા વડાપ્રધાન સના મરીને નાટો સાથે જોડાવા માટેનો સંકેત આપ્યો છે.

યુક્રેન અને રશિયા એક સરખી સાંસ્કૃતિક અને રાજકિય વિરાસત ધરાવે છે તેમ છતાં એક બીક બીજાના લોહીના તરસ્યા બન્યા છે. બંને વચ્ચે યુધ્ધ થવાનું દેખીતું કારણ નાટો સંગઠન બન્યું છે. નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન) મિલિટરી સંગઠન છે જેમાં અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન સહિતના 30 જેટલા દેશો જોડાયેલા છે.

બીજા વિશ્વયુધ્ધ પછી રશિયાને આગળ વધતું અટકાવવા માટે આ દેશોએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની રચના કરી હતી. રશિયા આ નાટોને આજે પણ પોતાના માટે ખતરો સમજે છે. પાડોશી દેશ યુક્રેન જો નાટોમાં જોડાય તો રશિયની સુરક્ષા જોખમમાં મુકાય આવી ગણતરીથી યુક્રેન પર કાર્યવાહી કરી છે.યુક્રેને યુધ્ધમાં ટકકર આપતા રશિયાની સૈન્ય કાર્યવાહી ભીષણ યુધ્ધમાં ફેરવાઇ છે. યુક્રેનને નાટો દેશોએ આડકતરી રીતે મદદ કરી પરંતુ મહાસત્તા રશિયા સામે સીધા ટકરાવાનું ટાળ્યું છે.

યુક્રેનના નાટોમાં જોડાઇ શકયું નથી અને યુધ્ધનો માર ખમી રહયું છે ત્યારે રશિયાના બીજા એક પાડોશી દેશે નાટોમાં જોડાવાની હિલચાલ શરુ કરી છે. આ દેશનું નામ ફિનલેન્ડ છે જે રશિયા સાથે 1340 કિમી લાંબી સરહદ ધરાવે છે. ફિનલેન્ડના મહિલા વડાપ્રધાન સના મરીને નાટો સાથે જોડાવા માટેનો સંકેત આપ્યો છે. સ્વીડના પ્રમુખ સાથેની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રોસેસ માટે આગળ વધવાની વાત પણ કરી હતી. જો કે વર્તમાન સમયમાં અનેક મુશ્કેલીઓ હોવાથી ખૂબજ તકેદારી રાખીને, પુરી ગણતરીથી આગળ વધવામાં આવશે એવી સ્પષ્ટતા કરી હતી.

આગામી સપ્તાહે ફિનિશ સંસદમાં નાટોના સભ્યપદ અંગે ચર્ચા થશે. આ જાણકારી ફિનલેન્ડના પીએમ સન્ના મારિને પોતે આપી છે. ફિનલેન્ડના પીએમ સનાએ સ્વીકાર્યું છે કે વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે, તેથી આ અંગે કોઈપણ નિર્ણય લેતી વખતે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવશે અને સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવશે. તેમણે સ્વીડનના વડા સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ વાત કહી. તેમણે એમ પણ કહ્યું છે કે તેની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે.

ફિનલેન્ડ અને સ્વીડન નાટોના સભ્ય બનવા માટે વિચાર કરી રહયા છે તેમનો જૂન મહિનામાં મેડ્રીડ ખાતે મળનારા નાટો સંમેલનમાં નિર્ણય થશે. પ્રાપ્ત માહિતી અનુસાર નાટો ફિનલેન્ડ અને સ્વીડનને સદસ્યતા આપવા માટે તત્પર છે.

ફિનલેન્ડને લાગે વળગે છે ત્યાં સુધી રશિયા સાથે લાંબી સરહદ ધરાવે છે. જો તે નાટોમાં હોયતો રશિયા માટે મુશ્કેલી વધારી શકે છે. આથી જ તો રશિયાએ ખુલ્લી ચેતવણી આપી છે કે જો કોઇ નિર્ણય લીધો તો ફિનલેન્ડ જ નહી સમગ્ર યુરોપ માટે સારુ નહી હોય. યુરોપમાં સંઘર્ષ અને અસ્થિરતા ફેલાતા વાર લાગશે નહી.

આમ તો ફિનલેંડ અને રશિયા વચ્ચે તટસ્થ રહેવાની ભૂતકાળમાં સમજૂતી થયેલી છે. ફિનલેન્ડ અત્યાર સુધી આ નીતિનું પાલન પણ કરતું આવ્યું છે પરંતુ યુક્રેન યુદ્ધ પછી દુનિયાનું રાજકારણ બદલાઇ ગયું છે. ફિનલેન્ડને પોતાની સુરક્ષા માટે નાટો દેશો સાથે જોડાવું જરુરી લાગે છે. રશિયાની આક્રમકતા જોતા સુરક્ષા કવચ ઉભું કરવા ઇચ્છે છે. યુક્રેનના જે હાલ થયા તે નજર સમક્ષ છે.

(9:56 am IST)