Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

કોંગ્રેસના રૂપરંગ બદલાઈ રહ્યા છે: સભ્યો વચ્ચે એક ઓનલાઇન ચૂંટણી પણ યોજના તૈયાર કરાઈ :ઑગસ્ટ- સપ્ટેમ્બર સુધીમાં પક્ષના નવા પ્રમુખની ચૂંટણી યોજાવાની છે

કોંગ્રેસને આશા છે કે તેના છ કરોડથી વધુ સભ્યો બનશે

નવી દિલ્હી : દેશની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસના રૂપરંગ બદલાઈ રહ્યા છે. સંગઠનાત્મક ચૂંટણી માટે નવી ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી છે. પાર્ટીના સભ્યપદ માટેની પરંપરાગત પદ્ધતિ બદલે હવે 'એપ'ના માધ્યમથી તેને ઇ-સદસ્યતામાં ફેરવી નાખવામાં આવી રહેલ છે આથી સભ્યો વચ્ચે એક ઓનલાઇન ચૂંટણી પણ યોજના તૈયાર કરાઈ છે.

ઑગસ્ટ- સપ્ટેમ્બર સુધીમાં પક્ષના નવા પ્રમુખની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ઇલેક્શન કોલેજીયમ (ચૂંટણી મતદાર મોડયુલ)ની રચના કરાશે તે માટે પણ 'ઇ વોટિંગ'નો સહારો લેવા વિચારણા ચાલે છે. આ ચૂંટણી લડવા માટે ૫૦થી વધુ AICCના સભ્યો તથા PCC ના પ્રતિનિધિ ચૂંટણી લડવાને યોગ્ય ગણાશે.

યુ.પી. સિવાય અન્ય રાજ્યોમાં આ અભિયાન ૧૫મી એપ્રિલ સુધીમાં સંપન્ન થઈ જશે. કોંગ્રેસને આશા છે કે તેના છ કરોડથી વધુ સભ્યો બનશે. આ અભિયાન ઉપર મધુસૂદન મિસ્ત્રીના નેતૃત્વ નીચેની કેન્દ્રિય ચૂંટણી પ્રાધિકરણ દેખરેખ રાખી રહી છે. પ્રવીણ ચક્રવર્તીની નેતાગીરી નીચે AICC ડેટા એનેલિટિકા વિભાગ સાથે આંધ્રપ્રદેશ રીટર્નિંગ ઓફીસર અને પાર્ટીના નામાંકન કર્તાઓના માધ્યમથી તેને આખરી સ્વરૂપ અપાઈ રહ્યું છે. ઇ-સભ્યપદની સાથોસાથ પેપર સ્વરૂપે એકત્ર કરવામાં આવેલા સભ્યપદને ડીજીટલ સ્વરૂપમાં ફેરવવા નિર્ણય લેવાયો છે.

પક્ષના પૂર્વ પ્રમુખ અને અગ્રીમ નેતા રાહુલ ગાંધીએ આ 'ઇ-ડ્રાઇવ'ને સંગઠનના 'એક્સ-રે' સમાન કહી છે. તેઓ કહે છે કે, ડીજીટલ સભ્યપદને લીધે બનાવટી સભ્યપદના ગોટાળામાંથી છૂટકારો મળશે, કોંગ્રેસે સભ્યપદ અભિયાન અને આગામી સંગઠનાત્મક ચૂંટણી પાર્ટીના પરિવર્તન ઇચ્છનારાઓની નિષ્પક્ષ ચૂંટણીની માંગણી સંતોષાઈ શકશે. જે ચૂંટણીમાં પક્ષપ્રમુખ તથા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યપદની ચૂંટણીઓ પણ આવૃત્ત છે.

તે જે હોય તે પરંતુ નિરીક્ષકો તો જણાવે છે કે છેવટે તો ગાંધી- નેહરૂ કુટુંબમાંથી જ કોઈ પક્ષપ્રમુખ બનશે તો કોઈ મહામંત્રી પણ બનશે. જે પરિસ્થિતિ અત્યારે છે તે યથાવત્ રહેવા સંભવ છે.

 

(12:00 am IST)