Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ર૭ કોલેજોમાં ૧૮ વર્ષના એ ક વિદ્યાર્થીએ પ્રવેશ માટે અરજી કરી : દરેક જગ્‍યાએ પસંદગી પામ્‍યો : હાલમાં તે ડિપ્‍લોનાં પ્રોગ્રામ પૂર્ણ કરી રહ્યો છે

અમેરિકાના ફ્લોરિડામાં રહેતા આ વિદ્યાર્થીનું નામ જોનાથન વોકર છે

ફલોરિડા : 18 વર્ષના વિદ્યાર્થીએ 27 કોલેજોમાં એડમિશન માટે અરજી કરી અને દરેક જગ્યાએ પસંદગી પામ્યો. તેણે વિવિધ કોલેજોમાંથી સ્કોલરશિપના રૂપમાં કુલ 30 કરોડથી વધુની રકમ પણ જીતી છે. જોકે, આ હોંશિયાર વિદ્યાર્થીએ કઈ કોલેજમાં એડમિશન લેવું તે હજુ નક્કી કર્યું નથી. તે હાલમાં ડિપ્લોમા પ્રોગ્રામ પૂર્ણ કરી રહ્યો છે.

અમેરિકાના ફ્લોરિડામાં રહેતા આ વિદ્યાર્થીનું નામ જોનાથન વોકર છે. જોનાથનને વિજ્ઞાન અને રમતગમતમાં ઊંડો રસ છે. તે તેની કોલેજ ફૂટબોલ ટીમનો પણ એક ભાગ છે.

હાલમાં જ જોનાથને તેની યુટ્યુબ ચેનલ પર પોતાના દ્વારા બનાવેલ ઉપકરણનું પ્રદર્શન પણ કર્યું હતું.

27 કોલેજોમાં એડમિશન માટે સિલેક્ટ થવા અને 30 કરોડ રૂપિયાની સ્કોલરશિપના મુદ્દે જોનાથન કહે છે કે તે સમયે મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કે તેઓ (કોલેજ) મારામાં આટલો રસ ધરાવે છે. જે કોલેજો અને યુનિવર્સિટીઓમાં જોનાથનની પસંદગી કરવામાં આવી છે તેમાં હાર્વર્ડ, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT), જોન હોપકિન્સ, યેલ અને યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. જો કે, જોનાથન વોકરે હજી નક્કી કર્યું નથી કે તેણે કઈ સંસ્થામાં એડમિશન લેવું છે.

તેની વર્તમાન શાળા, રધરફર્ડ હાઈસ્કૂલના શિક્ષકોએ તેને મહેનતું અને હોંશિયાર વિદ્યાર્થી તરીકે વર્ણવ્યો હતો. જોનાથન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં આગળ વધવાની યોજના બનાવી રહ્યો છે. તેનો હેતુ આવા ઉપકરણનું નિર્માણ કરવાનો છે, જે વિકલાંગ અને વંચિત લોકોને મદદ કરી શકે.

(12:05 am IST)