Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

૪ વર્ષની બાળકી પર ૧૪ વર્ષના કિશોરે કર્યો બળાત્‍કારઃ બાળકીની હાલત ગંભીર

હેવાનિયતની હદ !

હરદોઇ, તા.૧૪: યુપીના હરદોઈ જિલ્લાના હરપાલપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર હેઠળના એક ગામમાં એક ચૌદ વર્ષના કિશોરે ચાર વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયતની ઘટનાને અંજામ આપ્‍યો હતો. બળાત્‍કારની ઘટના બાદ માસૂમની હાલત વધુ ખરાબ થતાં તેને સારવાર માટે જિલ્લા હોસ્‍પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં એએસપી સીઓ ફોરેન્‍સિક ટીમ સાથે ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પીડિતાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

હરપાલપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર હેઠળના એક ગામમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્‍કારની ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અહીં રહેતા એક યુવકની ૪ વર્ષની દીકરી ઘરની બહાર ઝાડ પરથી શેતૂર ખાવા ગઈ હતી. આરોપ છે કે ગામનો એક ૧૪ વર્ષનો કિશોર પણ ત્‍યાં હાજર હતો, તેણે પીડિતાને ઉપાડી લીધી અને તેની સાથે હેવાનિયતની ઘટનાને અંજામ આપ્‍યો. બળાત્‍કારની ઘટનાને અંજામ આપ્‍યા બાદ આરોપી કિશોર પીડિતાને લોહીથી લથપથ છોડીને ભાગી ગયો હતો.

લાંબા સમય બાદ પણ માસૂમ ઘરે ન પહોંચતા તેની શોધખોળ કરવામાં આવી તો તે લોહીથી લથપથ મળી આવી હતી. જે બાદ હોબાળો મચી ગયો હતો. સંબંધીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્‍યા બાદ એએસપી અનિલ કુમાર યાદવ સીઓ હરપાલપુર અને ફોરેન્‍સિક તપાસ ટીમ સાથે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ખ્‍લ્‍ભ્‍マ કહ્યું કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીડિતાને સારવાર માટે જિલ્લા હોસ્‍પિટલમાં મોકલવામાં આવી છે.

(11:04 am IST)