Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

જમ્‍મુ-કાશ્‍મીર : સરહદ પારના લોન્‍ચ પેડ પર ૩૦૦ આતંકવાદીઓ મોજુદ

સુરક્ષા દળોએ LoC પર દેખરેખ વધારી

શ્રીનગર,તા.૧૪: ઉત્તર કાશ્‍મીરના ઊંચા પહાડી વિસ્‍તારોમાં બરફ પીગળીને આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. ઊંચા પહાડી વિસ્‍તારોમાં બરફ પીગળવાથી ત્‍યાં તૈનાત સુરક્ષા જવાનોની મુશ્‍કેલીઓ વધી ગઈ છે.

કાશ્‍મીર ખીણને અડીને આવેલી નિયંત્રણ રેખા (એલઓસી) પર તૈનાત સુરક્ષા દળોએ ઠંડા શિયાળા દરમિયાન એલઓસી પર કડક તકેદારી રાખી હતી અને દ્યૂસણખોરીના એક પણ પ્રયાસને સફળ થવા દીધો ન હતો. હવે ઉત્તર કાશ્‍મીરના ઊંચા પહાડી વિસ્‍તારોમાં બરફ પીગળવાથી ત્‍યાં તૈનાત સુરક્ષા જવાનોની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. ગુપ્તચર એજન્‍સીઓના ઈનપુટ્‍સ અનુસાર સરહદ પાર ચાર આતંકવાદી લોન્‍ચિંગ પેડ સક્રિય થઈ ગયા છે. ત્‍યાં હાજર આતંકવાદીઓ મોકો મળતાં જ ઘૂસણખોરીની તલાશમાં હોય છે. તેથી પરંપરાગત ઘૂસણખોરીના માર્ગો પર સતર્કતા વધારી દેવામાં આવી છે.

ગુપ્તચર એજન્‍સીઓ દ્વારા સુરક્ષા દળોને આપવામાં આવેલા ઇનપુટ્‍સ મુજબ, સરહદ પારના લોન્‍ચિંગ પેડ્‍સ પર ૩૦૦ થી વધુ આતંકવાદીઓ હાજર છે. તેઓ કાશ્‍મીર ઘાટીમાં દ્યૂસણખોરી કરવાની તક શોધી રહ્યા છે. સુરક્ષા દળોનું એવું પણ માનવું છે કે અફઘાનિસ્‍તાનમાંથી ઘણા કટ્ટરપંથીઓને કાશ્‍મીર મોકલવામાં આવી શકે છે, પરંતુ તેઓ આવી કોઈપણ પરિસ્‍થિતિનો સામનો કરવા તૈયાર છે. તાજેતરમાં જ બીએસએફના ટોચના અધિકારીઓએ એલઓસીની મુલાકાત લીધી છે.

આઈજી ગ્‍લ્‍જ્‍, કાશ્‍મીર ફ્રન્‍ટિયર, રાજા બાબુ સિંહે કહ્યું, ‘આ ઊંચાઈવાળા વિસ્‍તારોમાં બરફ પીગળ્‍યા પછી, અમે તે વિસ્‍તારો પર દેખરેખ વધારી રહ્યા છીએ. સૂત્રોનું કહેવું છે કે લગભગ ૧૨૫-૧૫૦ આતંકીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સેના અને ગ્‍લ્‍જ્‍ એ સુનિヘતિ કર્યું છે કે આતંકવાદીઓનો ખાત્‍મો થાય અને ઘાટીમાં સ્‍થિતિ ખૂબ જ શાંતિપૂર્ણ છે. સરહદની રક્ષા કરતા જવાનોને તમામ નવી ટેકનોલોજીના સાધનો આપવામાં આવ્‍યા છે. એલઓસી પર પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્‍યું છે. ટેકરીઓ પર રાત-દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અલગ-અલગ પેટ્રોલિંગ ટીમો દર ૨૪ કલાકે પેટ્રોલિંગ કરતી રહે છે.

ગ્‍લ્‍જ્‍ જવાનોનું કહેવું છે કે તેઓ અહીં એલઓસી પર ચોવીસ કલાક સુરક્ષા કરી રહ્યા છે અને આ વિસ્‍તારમાં ઘૂસણખોરીની કોઈ શક્‍યતા નથી. જમ્‍મુ અને કાશ્‍મીરના મેદાની વિસ્‍તારોમાં સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાનને તેજ બનાવ્‍યું છે. ૨૦૨૨માં વિવિધ એન્‍કાઉન્‍ટરમાં લગભગ ૪૭ આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્‍મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્‍ટરમાં થોડા દિવસો પહેલા એક ઘૂસણખોર માર્યા ગયા બાદ હવે એવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે કે આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા બેતાબ છે.

દરમિયાન, એલઓસીની સમીક્ષા કરવા અને સેનાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે, આર્મી કમાન્‍ડર, નોર્ધન કમાન્‍ડ, લેફ્‌ટનન્‍ટ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ કાશ્‍મીર ખીણમાં એલઓસી પર આગળના લશ્‍કરી સ્‍થાપનોની મુલાકાત લીધી અને ત્‍યાં તૈનાત સૈનિકો સાથે મુલાકાત કરી. લેફ્‌ટનન્‍ટ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ અધિકારીઓ અને જવાનોને નિયંત્રણ રેખા પર સતર્ક રહેવા અને ત્‍યાં તકેદારી રાખવા વિનંતી કરી.

(11:05 am IST)