Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ખાદ્ય ચીજવસ્‍તુઓના ભાવમાં વધારાથી ગરીબોની મુશ્‍કેલીઓમાં વધારો કરી શકે છે

ખાદ્ય ફુગાવો નવેમ્‍બર ૨૦૨૦ પછીના સર્વોચ્‍ચ સ્‍તરે પહોંચી ગયો છે : નવેમ્‍બર ૨૦૨૦માં તે ૭.૬૮ ટકા હતો : જે માર્ચ ૨૦૨૨માં વધીને ૯.૨ ટકા થયો : જેના કારણે રસોડાનું બજેટ બગડી ગયું છે

નવી દિલ્‍હી,તા. ૧૪: નેશનલ સ્‍ટેટિસ્‍ટિકલ ઓફિસ (ફલ્‍બ્‍) એ મંગળવારે માર્ચ માટે કન્‍ઝ્‍યુમર પ્રાઈસ ઈન્‍ડેક્‍સ (ઘ્‍ભ્‍ત્‍) અને ફેબ્રુઆરી ૨૦૨૨ માટે ઈન્‍ડેક્‍સ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીયલ પ્રોડક્‍શન (IIP) જાહેર કર્યો. માર્ચમાં કન્‍ઝ્‍યુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ વધીને ૬.૯૫% થયો હતો, જયારે ત્‍ત્‍ભ્‍ ૧.૭ ટકાની ધીમી ગતિએ વધ્‍યો હતો. એટલે કે મોંઘવારી વધી છે પરંતુ ઔદ્યોગિક ઉત્‍પાદન સુસ્‍ત છે. ખાદ્યપદાર્થોની વધતી કિંમતો આવનારા દિવસોમાં ગરીબોની મુશ્‍કેલીઓમાં વધારો કરી શકે છે.

ડેટા અનુસાર, ખાદ્ય મોંઘવારી દર નવેમ્‍બર ૨૦૨૦ પછીના સર્વોચ્‍ચ સ્‍તરે પહોંચી ગયો છે. નવેમ્‍બર ૨૦૨૦માં તે ૭.૬૮ ટકા હતો, જે માર્ચ ૨૦૨૨માં વધીને ૯.૨ ટકા થયો. જેના કારણે રસોડાનું બજેટ બગડી ગયું છે. ગરીબ પરિવારો સૌથી વધુ સમસ્‍યાઓનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમના કુલ ખર્ચનો મોટો ભાગ ખોરાક પાછળ ખર્ચવામાં આવે છે.

નેશનલ સેમ્‍પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના ડેટા, ત્રણ વ્‍યાપક આવક જૂથોમાં અંદાજિત સરેરાશ ખર્ચ, નીચલા, મધ્‍યમ અને ઉચ્‍ચ વર્ગમાં વિભાજિત અને તેમને ખાદ્ય ફુગાવાના વલણ સાથે મેપ કરવામાં આવ્‍યા છે. એવું જાણવા મળ્‍યું હતું કે ગ્રામીણ વિસ્‍તારોમાં નીચલા સ્‍તરના ૨૦ ટકા લોકોએ સૌથી વધુ ૭.૭% ફુગાવાનો સામનો કરવો પડ્‍યો હતો.

જયારે ૬૦ ટકા મધ્‍યમ વર્ગે ૭.૭ ટકા અને ઉપલા વર્ગના ૨૦ ટકા લોકોએ ૭.૬ ટકા મોંઘવારીનો સામનો કરવો પડ્‍યો હતો. તે જ સમયે, શહેરી વિસ્‍તારોમાં પણ નીચલા સ્‍તરના ૨૦ ટકા લોકો સૌથી વધુ ૬.૪% ફુગાવાથી પ્રભાવિત થયા હતા. આ પછી મધ્‍યમ ૬૦ ટકા માટે ૬.૩% અને ઉપલા વર્ગના ૨૦ ટકા લોકો માટે ૬.૧% ફુગાવો હતો.

ડેટા અનુસાર, ઉપભોક્‍તા માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તે ૬.૬% નોંધવામાં આવ્‍યો છે. ગ્રાહકોની માંગમાં વાર્ષિક સંકોચન છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ હતું. તે જ સમયે, કન્‍ઝ્‍યુમર ગુડ્‍સ સેગમેન્‍ટમાં સંકોચનને કારણે ફેબ્રુઆરીમાં ઉત્‍પાદન વૃદ્ધિ માત્ર ૦.૮૫% હતી. આરબીઆઈના માર્ચ કન્‍ઝ્‍યુમર કોન્‍ફિડન્‍સ સર્વેમાં ઉપભોક્‍તાનો આત્‍મવિશ્વાસ પ્રી-પેન્‍ડેમિક લેવલથી નીચે છે.

જથ્‍થાબંધ ભાવ સૂચકાંક (ષ્‍ભ્‍ત્‍) એ કન્‍ઝ્‍યુમર પ્રાઇસ ઇન્‍ડેક્‍સ (ઘ્‍ભ્‍ત્‍) ની સરખામણીમાં નોંધપાત્ર વધારો નોંધાવ્‍યો છે. એપ્રિલ ૨૦૧૭માં ઘ્‍ભ્‍ત્‍ ૩ ટકા હતો, જયારે જથ્‍થાબંધ ભાવ સૂચકાંક ૩.૯% રહ્યો હતો. તે જ સમયે, ગ્રાહક ભાવ સૂચકાંક માર્ચ ૨૦૨૨ માં ૭ ટકા પર પહોંચ્‍યો હતો. તેનાથી વિપરીત, જથ્‍થાબંધ ભાવ સૂચકાંક વધીને ૧૩.૧ થયો. આ વધારો ડબલ કરતા થોડો ઓછો છે. જથ્‍થાબંધ ભાવ સૂચકાંકમાં આ અણધાર્યો વધારો ભાવને વધુ આગળ ધકેલવાની શક્‍યતા છે.

રશિયા-યુક્રેન યુદ્ધની વૈશ્વિક કિંમતો પર પણ અસર પડી છે અને ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્‍યો છે, ખાસ કરીને ઘઉંના. અનાજના ભાવમાં વધુ વધારો થવાની આશંકા છે. તેનાથી ખાદ્ય ફુગાવા પર દબાણ આવશે. તેનાથી ખેડૂતોની આવકમાં અમુક અંશે ઘટાડો થવાની શક્‍યતા છે. સરકાર માટે આ એક મહત્ત્વનો પડકાર હશે, જેને લઘુત્તમ ટેકાના ભાવ, ખાતર સબસિડી અને ખાદ્ય સબસિડી વચ્‍ચે સારું સંતુલન જાળવવું પડશે.

(11:33 am IST)