Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ગુટકાના વેપારીના ત્‍યાં ૧૮ કલાક ચાલ્‍યો દરોડોઃ બેડ બોક્‍સની અંદરથી મળ્‍યા ૬.૩૧ કરોડ રૂપિયા

આ પૈસાની ગણતરી માટે સ્‍ટેટ બેંકના કર્મચારીઓ ૩ મશીન અને મોટા-મોટા ટ્રંક લઈને આવ્‍યા હતા

હમીરપુર, તા.૧૪: ઉત્તર પ્રદેશના હમીરપુર ખાતે ગત ૧૨ એપ્રિલના રોજ સેન્‍ટ્રલ ગુડ્‍સ સર્વિસ ટેક્‍સ વિભાગની ટીમે એક ગુટકાના વેપારીના ત્‍યાં દરોડો પાડ્‍યો હતો. દરોડા દરમિયાન ગુટકાના વેપારીના ત્‍યાંથી ૬કરોડ ૩૧ લાખ ૧૧ હજાર ૮૦૦ રૂપિયા મળી આવ્‍યા હતા. ખાસ વાત એ છે કે, ગુટકાના વેપારીએ આ રોકડ રકમ બેક બોક્‍સની અંદર મુકી હતી.

આ પૈસાની ગણતરી માટે સ્‍ટેટ બેંકના કર્મચારીઓ ૩ મશીન અને મોટા-મોટા ટ્રંક લઈને આવ્‍યા હતા. આશરે ૧૮ કલાક સુધી ચાલેલી ગણતરી બાદ તે રૂપિયા ટ્રંકમાં ભરીને લઈ જવામાં આવ્‍યા હતા. ટીમની સાથે આવેલા ડેપ્‍યુટી કમિશનરે આ મામલે કશું પણ બોલવાની મનાઈ કરી દીધી હતી. તેમણે ફક્‍ત એટલું જ જણાવ્‍યું હતું કે, જોઈન્‍ટ કમિશનરે સર્ચ વોરન્‍ટ આપ્‍યું હતું અને તેના પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઘ્‍ઞ્‍લ્‍વ્‍ વિભાગની ટીમે સુમેરપુર કસબામાં થાણા નજીક રહેતા ગુટકાના વેપારી જગત ગુપ્તાના ત્‍યાં દરોડો પાડ્‍યો હતો. ગત ૧૨ એપ્રિલના રોજ સવારના ૬:૦૦ વાગ્‍યાથી ૧૫ સદસ્‍યોની ટીમ દ્વારા દરોડાની આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને તે ૧૩ એપ્રિલની સાંજ સુધી ચાલી હતી. રાત થઈ ત્‍યાં સુધીમાં બેંકના કર્મચારીઓ રૂપિયા ભરવા માટેના ૩ મોટા મોટા ટ્રંક લઈને પહોંચ્‍યા હતા.

ટ્રંકને રૂપિયા વડે ભરીને સ્‍ટેટ બેંક હમીરપુર મોકલી દેવામાં આવી છે. હાલ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, વેપારીએ ઞ્‍લ્‍વ્‍ ડોક્‍યુમેન્‍ટમાં જે હેરાફેરી કરી હતી તે અલગ છે.

(12:02 pm IST)