Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

લીંબુના ભાવ વધવાના આ રહ્યા ચાર કારણો

ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં લીંબુની કિંમતમાં ભારે વધારો થયો છે

નવી દિલ્‍હી, તા.૧૪: ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં લીંબુની કિંમતમાં ભારે વધારો થયો છે. ગાઝિયાબાદમાં તો લીંબુનો ભાવ ૩૫૦ રૂપિયા પ્રતિ કિલો પર પણ પહોંચ્‍યો છે. સ્‍થિતિ એ છે કે લીંબુની કિંમત વધતાં ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્‍યાઓએ લીંબુની ચોરીની ઘટનાઓ પણ બની હતી. અહીં આ ભાવવધારા માટે જવાબદાર કારણો પર એક નજર કરીએ.

૧. લીંબુનું મોટા પાયે વાવેતર કરતાં રાજયોમાં ખૂબ ગરમીના કારણે પાકને નુકસાન થયું હતું. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લીંબુનો પાક વધુ લેવાય છે જયાં તાપમાનમાં વધારો થયો છે.

૨. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની કિંમતમાં વધારો થવાના કારણે ટ્રાન્‍સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો, જે પણ શાકભાજીની કિંમતમાં વધારા માટેનું એક કારણ છે.

૩. આ સમર સીઝનની શરૂઆતમાં ડિમાન્‍ડની સરખામણીમાં સપ્‍લાય ઓછી હોવાના કારણે કિંમત વધી છે. ઉનાળામાં આમ પણ લીંબુની કિંમત વધી જતી હોય છે.

૪. ગુજરાતમાં ગયા વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન થયું હતું. લીંબુ, નાળિયેરી અને આંબાનાં ૧૬ લાખ વૃક્ષો તૂટી ગયાં હતાં.

(3:23 pm IST)