Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ભારે ગરમીના કારણે વિજળીની માંગ છેલ્લા ૩૮ વર્ષના મહત્તમ સ્તરે પહોîચીઃ બીજી તરફ વિજળી ઉત્પાદનમાં જરૂરી કોલસાનો પુરવઠો સતત ઘટીને ૯ વર્ષના લઘુત્તમ સ્તરે પહોîચી ગયો

કોરોનાની મંદીમાંથી બહાર આવેલા ઉદ્યોગોને પણ વિજળીની વધુ જરૂર પડી

Photo: 1531188536-2718

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે વીજળીનો ઉપયોગ સતત વધી રહ્યો હોવાથી આગામી દિવસોમાં વીજ કટોકટીની સમસ્યા ઘેરાવાની શક્યતા છે. વીજળી માગ છેલ્લા 38 વર્ષના મહત્તમ સ્તરે છે. જ્યારે બીજી તરફ વીજળી ઉત્પાદન જરૂરી કોલસાનો પુરવઠો સતત ઘટીને 9 વર્ષના લઘુતમ સ્તરે પહોંચી ગયો છે.

એક બાજુ ગરમી વધારે છે ત્યારે બીજી તરફ કોરોનાની મંદીમાંથી બહાર આવેલા ઉદ્યોગોને પણ વીજળીની વધુ જરૂર પડી રહી છે. જેના કારણે વીજ સંકટ ઉભું થવાની શક્યતા છે.

પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઝરાખંડ, મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને તેલંગણામાં છેલ્લા કેટલાક દિવસોમાં વીજ કાપ વધી ગયો છે. દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યો પૈકીનું એક મહારાષ્ટ્ર અનિવાર્ય વીજ કટોકટી તરફ આગળ વધી રહ્યું છે.

આ દરમિયાન ગુજરાત અને તમિલનાડુએ વીજ પુરવઠો બહાલ રાખવા માટે ઉંચી કીંમતે વીજળી ખરીદવાનું શરૂ કરી દીધું છે. ડિમાન્ડની સરખામણીમાં ગયા સપ્તાહમાં ૧.4 ટકા વીજળીની અછત રહી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં આવી સ્થિતિ પેદા થઇ હતી ત્યારે આ અછત 1 ટકા હતી. એટલે કે આ વખતનું સંક્ટ ગયા વર્ષની સરખામણીમાં વધારે છે. મહારાષ્ટ્રના વીજળી વિભાગે જણાવ્યું છે કે તેણે હવે અનિવાર્ય વીજ કાપની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં 2500 મેગાવોટ વીજળીની અછત છે.

આંધ્ર પ્રદેશમા પણ મુશ્કેલી વધી ગઇ છે. અહીંયા છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક ઉદ્યોગો 50 ટકા ક્ષમતા સાથે જ ચાલી રહ્યાં છે. રાજ્યમા 50 થી 55 મિલિયન યુનિટ સુધી વીજળીની અછત જોવા મળી રહી છે. વીજળી ઉત્પાદનમાં વપરાતા કોલાસની માગ પણ સતત વધી રહી છે. કોલ ઇન્ડિયા રેકોર્ડ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવા છતાં કોલસાની અછત સ્જાઇ રહી છે. કોલ ઇન્ડિયા વિશ્વનું 80 ટકા કોલસાનું ઉત્પાદન કરે છે.

(5:44 pm IST)