Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

બિહારના સીએમ માટે સંઘર્ષના દિવસો જોઈ રહ્યા છે :લાલુ પ્રસાદ યાદવ નીકળતા સહયોગી ના દિકરા જોડયુમાં જોડાયા

-નીતીશકુમાર માટે આમ તો અત્યારે સંઘર્ષના દિવસો ચાલી રહ્યા છે. ભાજપ અને જેડીયુ વચ્ચે ઘર્ષણ વધતું જાય છે, એવા સમયમાં જે ઘટના ઘટી છે તે નીતીશ માટે અંધારામાં અજવાળા સમાન છે. લાલુ પ્રસાદ યાદવના નજીકના સહયોગીના પુત્ર આરજેડી છોડીને જેડીયુમાં જોડાઈ ગયા છે

 

નીતીશને કેમ મળ્યુ આશ્વાસન?

લાલુના એક નજીકના સહયોગી એટલે આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગનાનંદસિંહ. તેમના પુત્ર એટલે અજીતસિંહ. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવરંજનસિંહ ઉર્ફે લલનસિંહે અજીતસિંહને જનતા દળ યુનાઈટેડમાં આવકાર્યા હતા.

અજીતે ફરિયાદ કરી કે, આરજેડીમાં કાર્યકર્તાઓનું ખૂબ અપમાન થાય છે એટલે જ આરજેડીના કાર્યકરો અને નેતાઓ જેડીયુમાં જોડાઈ રહ્યા છે. આરજેડીનું ટોચનું નેતૃત્વ કાર્યકર્તાઓને ધનસંગ્રહ માટેના એજન્ટ તરીકે જૂએ છે.

તેજસ્વી યાદવનો દાવો છે કે આરજેડીને તમામ સમુદાયનું સમર્થન પ્રાપ્ત હોવાથી તે સમાજના તમામ વર્ગની પાર્ટી બની ગઈ છે. અજીતે તેમના દાવાને ફગાવતા કહ્યું કે, નરેન્દ્ર મોદીએ આર્થિક પછાત વર્ગ માટે જાહેર કરેલી 10 ટકા અનામતનો જેડીયુએ વિરોધ કર્યો હતો એ ન ભૂલવું જોઈએ.

આરજેડીના સ્થાપક નેતાઓમાંના એક રઘુવંશપ્રસાદસિંહ પણ આરજેડીના અનામત વિરોધના વલણથી ચકિત હતા. પક્ષમાં તેમનું ખૂબ અપમાન થયેલું અને એ વિશે પણ તેમણે લાલુપ્રસાદને ફરિયાદ કરી હતી.

(9:38 pm IST)