Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ટ્વિટરના સૌથી મોટા શેરધારકોમાંના એક એવા સાઉદી અરેબિયાના અબજોપતિ અલ વાલીદ બિન તલાલે એલોન મસ્કના ટ્વિટરનાં સંપૂર્ણ ટેકઓવર પ્રસ્તાવને નકારી કાઢ્યો

દુબઈ : સાઉદી અરેબિયાના રોકાણકાર પ્રિન્સ અલવાલીદ બિન તલાલે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્વિટરના મુખ્ય શેરધારકોમાંના એક તરીકે તેમણે અમેરિકના અબજોપતિ ઉદ્યોગસાહસિક એલોન મસ્કની ટ્વિટરનાં સંપૂર્ણ ટેકઓવર ઓફરને નકારી કાઢી હતી.

પ્રિન્સે ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, "હું માનતો નથી કે એલોન મસ્ક (શેર દીઠ $ 54.20) દ્વારા પ્રસ્તાવિત ઓફર ટ્વિટરની વૃદ્ધિની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેના આંતરિક મૂલ્યની નજીક છે."

મસ્કે ગુરુવારે $43 બિલિયનની રોકડ ટેકઓવર ઓફર સાથે Twitter Inc પર લક્ષ્ય રાખ્યું હતું, ટેસ્લાના CEOએ કહ્યું હતું કે સામાજિક મીડિયા જાયન્ટને વિકાસ કરવા અને 'ફ્રિ સ્પીચ' માટેનું પ્લેટફોર્મ બનવા માટે ખાનગી કરવાની જરૂર છે.

(10:33 pm IST)