Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

૩૦ વર્ષના યુવાનની સંપત્તિ થોડા દિવસમાં ૧૨૮૮ અબજ રૂપિયામાંથી ઝીરો થઈ ગઈ

બ્‍લૂમબર્ગ બિલ્‍યનર્સ ઇન્‍ડેક્‍સ અનુસાર એફટીએક્‍સના અમેરિકન બિઝનેસનું મૂલ્‍ય એક ડોલર છે

ન્‍યુયોર્ક,તા. ૧૪: ક્રિપ્‍ટો એક્‍સચેન્‍જ એફટીએક્‍સના કો-ફાઉન્‍ડર સેમ બેન્‍કમેન-ફ્રાઇડની ૧૬ અબજ ડોલર (અંદાજે ૧૨૮૮ અબજ રૂપિયા)ની તમામેતમામ સંપત્તિનો સફાયો થઈ ગયો છે. તેના ક્રિપ્‍ટો સામ્રાજયનું પતન થયું છે. શુક્રવારે તેણે તેના રાજીનામા સાથે નાદારી નોંધાવી હતી. ૩૦ વર્ષનો સેમ તેની સફળતાના શિખરે ૨૬ અબજ ડોલર (૨૦૯૪ અબજ રૂપિયા)ની સંપત્તિ ધરાવતો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં પણ તે ૧૬ અબજ ડોલર (અંદાજે ૧૨૮૮ અબજ રૂપિયા)ની સંપત્તિ ધરાવતો હતો. બ્‍લૂમબર્ગ બિલ્‍યનર્સ ઇન્‍ડેક્‍સ અનુસાર એફટીએક્‍સના અમેરિકન બિઝનેસનું મૂલ્‍ય એક ડોલર (૮૦.૫૫ રૂપિયા) છે, કેમ કે એનું ટ્રેડિંગ અટકી ગયું છે. એફટીએક્‍સમાં સેમનો હિસ્‍સો ૭૦ ટકા છે.

(10:30 am IST)