Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

શ્રીલંકા ઉપર ત્રાટકવા માટે આતંકી જૂથ "એલટીટીઈ" ફરીથી એકત્ર થવાના અહેવાલોની શ્રીલંકા તપાસ કરશે

શ્રીલંકાએ આજ રોજ જણાવ્યું હતું કે ભારતીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી માહિતીની "યોગ્ય તપાસ" કરશે. આ અહેવાલો મુજબ  ભૂતપૂર્વ "એલટીટીઈ" જૂથ  શ્રીલંકામાં "હુમલા શરૂ કરવા માટે ફરી એકત્ર થઈ રહેલ છે" - શ્રીલંકાની સુરક્ષાને મજબૂત બનાવશે તેમ પણ કહેલ. જો કે એક દિવસ પહેલા જ શ્રીલંકન  સત્તાવાળાઓએ આ અહેવાલમાં કરેલા દાવાને નકારી કાઢ્યા હતા.
૧૩ મેના રોજ ધ હિન્દુ અખબારે, ભારતીય ગુપ્તચર સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો કે "અગાઉ અસ્તિત્વમાં રહેલ  કેટલાક લોકો, શ્રીલંકામાં હુમલા કરવાની "યોજના બનાવવા અને તેને અમલમાં મૂકવા" માટે તમિલનાડુમાં પ્રવેશ્યા હતા. શ્રી લંકા આજે આર્થિક કટોકટી અને રાજકીય અનિશ્ચિતતાની પકડમાં છે.  સૂત્રોએ સંકેત આપ્યો હતો કે 'મુલ્લીવક્કલ વર્ષગાંઠ' ઉજવવા સમયે જ શ્રીલંકામાં હુમલા કરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.  તેઓ દર વર્ષે ૧૮ મેના રોજ શ્રીલંકાના તમિલો દ્વારા ગૃહ યુદ્ધની ઉજવાતી વર્ષગાંઠનો ઉલ્લેખ કરી રહ્યા હતા, મે ૨૦૦૯માં શ્રીલંકાના ગૃહ યુદ્ધના અંતિમ તબક્કા દરમિયાન માર્યા ગયેલા હજારો તમિલ નાગરિકોને યાદ કરવા માટે 'મુલ્લીવક્કલ વર્ષગાંઠ' ઉજવાય છે. તે સમયે શ્રીલંકાના લશ્કરે એલટીટીઈને કચડી નાખ્યું હતું

(5:06 pm IST)