Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ચિંતન શિબિરમાં અસંતુષ્ટ નેતાઓની મહત્વની માંગ સ્વીકારાઈ :સંસદીય બોર્ડની કરાશે રચના

સંસદીય બોર્ડ ચૂંટણી સમિતિની જગ્યા લેશે:લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરશે: આ નિર્ણયનો અમલ કરવા માટે કોંગ્રેસ કાર્યસમિતિની મંજૂરીની જરૂર પડશે

નવી દિલ્હી :કોંગ્રેસે રાજસ્થાનના ઉદયપુરમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં પાર્ટીના અસંતુષ્ટ નેતાઓની મહત્વની માગ માનતા મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ કોંગ્રેસ સંસદીય બોર્ડની રચના કરવાની માગનો સ્વીકાર કરી લીધો છે. જોકે આ નિર્ણયનો અમલ કરવા માટે કોંગ્રેસ કાર્યસમિતિની મંજૂરીની જરૂર પડશે, જે પાર્ટીની ઉચ્ચ નિર્ણયકારી સંસ્થા છે. આ માટે ચૂંટણી થશે કે આના સદસ્ય કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા નામાંકિત થશે આ મુદ્દો સમિતિ પર છોડવામાં આવ્યો છે.

આ કોંગ્રેસના અંસતુષ્ટ નેતાઓની મહત્વની માગ હતી અને સંસદીય બોર્ડ ચૂંટણી સમિતિની જગ્યા લેશે. આ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધી પરિવારના નજીકના આ વાતને લઈને અડગ હતા કે કોંગ્રેસ સંસદીય બોર્ડ સાથે જોડાયેલા પ્રસ્તાવને મંજૂરી ન મળે અને આને લઈને પાર્ટીની અંદર તકરાર હતી.

   137 વર્ષ જૂની પાર્ટીની અંદર બીજા દળો સાથે ગઠબંધનના પ્રશ્ન પર આ નિર્ણય કરવામાં આવ્યો છે કે બીજા દળો સાથે રાજ્ય સ્તર પર ગઠબંધન કરવામાં આવે. આવા દળો સાથે જે ભાજપની સાથે જોડાયેલા ના હોય. જોકે નેતૃત્વના મુદ્દે મોટો પ્રશ્ન છે. કેમકે રાહુલ ગાંધીએ આવા કોઈ સંકેત આપ્યા નથી કે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. આ ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે. કોંગ્રેસે એસસી-એસટી, ઓબીસી અને લઘુમતી માટે પાર્ટીના તમામ પદમાંથી 50 ટકા અનામત કરવાનુ આયોજન પણ કર્યુ છે.

(5:40 pm IST)