Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ઉત્તર કોરિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો :ઓમીક્રોનને આતંક વધ્યો : 17 હજારથી વધુ કેસ ;21 લોકોના મોત

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫,૨૦,૦૦૦ સુધી પહોંચી ગઈ : કી-જોંગ ઉને જ ક્રાઇસિસ પોલિટ બ્યુરોની આપત્તિકાલિન બેઠક બોલાવી

પ્યોંગયાંગ : ઉત્તર કોરિયા ઉપર કોરોના વાયરસનો કાળો કેર ફરી વળ્યો છે. ઉત્તર કોરિયાના સરમુખ્ત્યાર કીમ- જોંગ-ઉને જ દેશ ઉપર કોરોના ફરી વળ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું હતુંકે કોરોના વિરોધી ઉપાયોને તુર્ત જ અનુસરવામાં આવે અને આ મહારોગનો ફેલાવો તુર્ત જ અટકાવવો અનિવાર્ય છે.

ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યુઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (KCNA) જણાવે છે કે, દેશમાં ૧૭,૦૦૦ જેટલા કોવિદ-૧૯ના કેસો મળી આવ્યા છે. આથી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫,૨૦,૦૦૦ સુધી પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૨૧ મૃત્યુ નોંધાયા છે. ગત શુક્રવારે કોરોનાથી માત્ર એક જ, પરંતુ ગુરૂવારે છનાં મોત નોંધાયા હતા. આ હકીકતને ઉત્તર કોરિયાની સરકારે પણ સત્તાવાર સ્વીકૃતિ આપી હતી અને છ લોકોના મૃત્યુ નોંધાયા હતા. દેશમાં મેજર નેશનલ ઇમરજન્સી જાહેર કરી દીધી હતી.

KCNA જણાવે છે કે, આ મહામારી અંગે ચર્ચા કરવા કી-જોંગ ઉને જ ક્રાઇસિસ પોલિટ બ્યુરોની આપત્તિકાલિન બેઠક બોલાવી હતી જેમાં મેક્સિમમાં ઇમરજન્સી વાયરસ નિયંત્રણ પ્રણાલિ લાગુ કરવા નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે હજી સુધી ઉ. કોરિયા પોતાને વાયરસ ફ્રી કન્ટ્રી જ ગણાવતો હતો.

(11:01 pm IST)