Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડાપ્રધાન વિશે અયોગ્‍ય ટિપ્‍પણી કરનાર મહારાષ્‍ટ્રના કોંગ્રેસના નેતા શેખ હુસૈન વિરૂધ્‍ધ ફરીયાદ

નાગપુરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન અયોગ્‍ય નિવેદન કર્યુ 'તુ

નવી દિલ્‍હી, તા. ૧પ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિરૂદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા પર મહારાષ્‍ટ્રના કોંગ્રેસ નેતા શેખ હુસૈન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

નેશનલ હેરાલ્‍ડ કેસમાં ઇડીએ રાહુલ ગાંધીને સોમવારે પૂછપરછ માટે બોલાવ્‍યા હતા. આ દરમિયાન કોંગ્રેસીઓએ રાહુલના સમર્થનમાં દેશમાં અનેક જગ્‍યાએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન નાગપુરમાં પાર્ટી દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્‍પણી કરી હતી. નાગપુરમાં કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ શેખ હુસેને નેશનલ હેરાલ્‍ડ અખબાર સાથે જોડાયેલા મની લૉન્‍ડ્રિંગ તપાસ મામલે ઇડી દ્વારા પાર્ટી નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવા પર પીએમની ટિકા કરતા આપત્તિજનક ટિપ્‍પણી કરી હતી. હુસેન સામે નાગરુપના ગિટ્ટીખદાન પોલીસ સ્‍ટેશનમાં ભારતીય બંધારણની કલમ ૨૯૪ (અશ્‍લીલ કળત્‍ય અને ગાયન) અને કલમ ૫૦૪ આઇપીસી (શાંતિ ભંગ કરવાના ઇરાદે જાણી જોઇને અપમાન) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

(4:40 pm IST)