Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને સરકારી બંગલો ખાલી કરવા આદેશ

કોર્ટે કહ્યું કે, તે 6 અઠવાડિયામાં પોતાના બંગલાનો કબ્જો મિલકત અધિકારીને સોંપી દે

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે ભાજપના પૂર્વ રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને 6 અઠવાડિયાની અંદર દિલ્હી સ્થિત બંગલાનો કબ્જો મિલકત અધિકારીને સોંપવાનો આદેશ આપ્યો છે. સુબ્રમણ્મ સ્વામીએ સુરક્ષાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સરકારી આવાસ વધુ સમય આપવાની માગ કરી હતી. જસ્ટિસ યશવંત વર્માએ અરજીને લઈ કહ્યું કે તેઓ 2016થી આ બંગલામાં રહે છે.

સુબ્રમણ્યમ સ્વામીને જાન્યુઆરી 2016માં 5 વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વાર દિલ્હીમાં એક બંગલો આપવામાં આવ્યો હતો. તે રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ત્યાં જ રહ્યા હતા. તેમનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલમાં સમાપ્ત થયો છે. તેમણે બંગલો ખાલી કરવાનો હતો.

પૂર્વ રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામીને નિર્દેશ કર્યો કે તેમના સત્તાવાર બંગલાનો કબજો 6 અઠવાડિયાની અંદર અધિકારીને સોંપવામાં આવે. જ્યારે રાજ્યસભાનો કાર્યકાળ એપ્રિલ 2022 માં સમાપ્ત થયો ત્યારે સુબ્રમણ્યમ સ્વામીએ સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને બંગલો ફરીથી ફાળવવાની માગ કરતી અરજી દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે સ્વામીની અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, બંગલો અન્ય મંત્રીઓ અને સાંસદોને ફાળવવાની જરૂર છે. તેથી તેઓએ બંગલો ખાલી કરી દેવો જોઈએ.

દિલ્હી હાઈકોર્ટે ભાજપના રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામીને સરકારી બંગલાનો કબજો 6 અઠવાડિયાની અંદર મિલકત અધિકારીને સોંપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2016માં સ્વામીને તેમના જીવને ખતરો હોવાની ધારણાને કારણે કેન્દ્ર સરકારે 5 વર્ષ માટે દિલ્હીમાં બંગલો ફાળવ્યો હતો. એપ્રિલ 2022માં રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થવા પર, તેણે દિલ્હી હાઈકોર્ટ પાસેથી સુરક્ષાને ટાંકીને બંગલાને ફરીથી ફાળવવાની માગ કરી હતી, પરંતુ હવે તેને 6 અઠવાડિયામાં ખાલી કરવો પડશે. તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી દેશના દિગ્ગજ રાજનેતાઓમાંના એક છે

(9:22 pm IST)