Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ટી-20 વર્લ્ડકપ :વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેરાત :વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરન કેપ્ટનશીપ કરશે

વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ અને સ્પિનર સુનીલ નરેનને સ્થાન નહીં : ડાબોડી ઓપનર એવિન લુઈસની ટીમમાં વાપસી

T20 વર્લ્ડ કપ 2022 માટેની તમામ ટીમોની ધીમે ધીમે જાહેરાત  કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત જેવી ટીમો બાદ હવે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે પણ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. નિકોલસ પૂરનની કપ્તાની હેઠળ, મોટાભાગના એ જ ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્થાન મળ્યું છે, જેઓ તાજેતરના સમયમાં ભારત અને બાંગ્લાદેશ જેવી ટીમો સામેની શ્રેણીનો હિસ્સો રહ્યા હતા.જોકે વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ  અને સ્પિનર સુનીલ નરેનને ટીમમાં સ્થાન અપાયું નથી

પૂરનની કપ્તાની હેઠળની ટીમની જાહેરાત કરી હતી, જેમાં બરાબર એક વર્ષ બાદ ડાબોડી ઓપનર એવિન લુઈસની ટીમમાં વાપસી થઈ હતી. લુઈસે તેની છેલ્લી મેચ 2021 T20 વર્લ્ડ કપમાં જ વેસ્ટ ઈન્ડિઝ માટે રમી હતી. ત્યારથી, તે ફિટનેસ જેવી સમસ્યાઓના કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝને ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી પસાર થવું પડશે, જ્યાં તેણે સુપર-12 રાઉન્ડમાં અન્ય ટીમો વચ્ચે સ્થાન મેળવવા માટે ક્વોલિફાય કરવું પડશે.

 

વિન્ડીઝ બોર્ડે પૂરનની કપ્તાની હેઠળની ટીમની જાહેરાત કરી હતી, જેમાં બરાબર એક વર્ષ બાદ ડાબોડી ઓપનર એવિન લુઈસની ટીમમાં વાપસી થઈ હતી. લુઈસે તેની છેલ્લી મેચ 2021 T20 વર્લ્ડ કપમાં જ વેસ્ટ ઈન્ડિઝ માટે રમી હતી. ત્યારથી, તે ફિટનેસ જેવી સમસ્યાઓના કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. વેસ્ટ ઈન્ડિઝને ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી પસાર થવું પડશે, જ્યાં તેણે સુપર-12 રાઉન્ડમાં અન્ય ટીમો વચ્ચે સ્થાન મેળવવા માટે ક્વોલિફાય કરવું પડશે.

સિનિયર સ્પિનર હેડન વોલ્શ જુનિયર અને ફેબિયન એલનને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ટીમમાં બે નવા ચહેરા તરીકે સ્પિનર યાનિક કેરિયા અને રેમન રેફરને તક આપવામાં આવી છે. બંને ખેલાડીઓએ હજુ સુધી આ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે ડેબ્યુ કર્યું નથી.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ

નિકોલસ પૂરન (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઈસ-કેપ્ટન), યાનિક કેરિયા, જ્હોન્સન ચાર્લ્સ, શેલ્ડર કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, અકીલ હુસેન, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, એવિન લુઈસ, કાયલ મેયર્સ, ઓબેડ મેકકોય, ઓડિયન સ્મિથ અને રામેન રીફર

(11:54 pm IST)