Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

હવે નોરા ફતેહીને ફરીવાર દિલ્હી પોલીસનું તેડું :મની લોન્ડરિંગ કેસમાં જેકલીન બાદ નોરાની થશે પૂછતાછ

નોરા ફતેહી અને જેકલીન છેલ્લા ઘણા સમયથી ઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે મુશ્કેલીમાં મુકાયા

નવી દિલ્હી :બોલિવૂડની 2 જાણીતી અભિનેત્રીઓ એક ઠગ દ્વારા આપવામાં આવેલી લાલચનો શિકાર બની છે. નોરા ફતેહી અને જેકલીન છેલ્લા ઘણા સમયથી ઠગ સુકેશ ચંદ્રશેખરના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા નોરા ફતેહી અને જેકલીન મોંઘી ભેટ આપવાની વાત સામે આવતા જ આ બન્ને અભિનેત્રીનો ખરાબ સમય શરુ થઈ ગયો હતો. તે સમયથી સતત આ બન્ને અભિનેત્રીઓની ED અને પોલીસ દ્વારા પૂછપરછ થઈ રહી છે. હાલ બન્ને અભિનેત્રીઓને એક પછી એક દિલ્લી પોલીસ દ્વારા બોલાવામાં આવ્યા છે. આજે જેકલીનની પૂછપરછ થઈ હતી , કાલે નોરા ફતેહીની પૂરછરછ કરવામાં આવશે.

ઈકોનોમિક ઓફેન્સ વિંગે જેકલીન ફર્નાન્ડિસની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. અહેવાલો અનુસાર, પૂછપરછ દરમિયાન, જેક્લીન અને ઠગ સુકેશની નજીકની સહયોગી પિંકી ઈરાની વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓ બંનેને શાંત પાડવાનો પ્રયાસ કરતા રહ્યા પરંતુ જેકલીન અને પિંકી બંને એકબીજા પર આરોપો લગાવતા રહ્યા.

 મની લોન્ડ્રિંગ કેસમાં આજે દિલ્લી પોલીસના આર્થિક અપરાધ શાખાની ઓફિસે જેકલીનની પૂછપરછ થઈ હતી. આજે સવારે 11 વાગ્યે તેની પૂછપરછ શરુ થઈ હતી. તે પાછળના દરવાજાથી ઓફિસમાં દાખલ થઈ હતી. આ પૂછપરછ લગભગ 8 કલાક ચાલી હતી

પિંકી ઈરાની એ ઠગ સુકેશ ચંદ્રશેખરની નજીકની વ્યક્તિ છે. મળતી માહિતી અનુસાર સુકેશ અને બીજી અભિનેત્રીઓ વચ્ચેની તે મહત્વની કડી હતી. સુકેશના કહેવા પર પિંકીએ જેકલીન અને નોરાની વાતચીત સુકેશ સાથે કરાવી હતી. ત્યારબાદ સુકેશ ચંદ્રશેખરે આ બન્ને અભિનેત્રીઓને મોંઘી ગિફટ આપવાનું શરુ કર્યુ હતું. તે પણ આજે તપાસ દરમિયાન ઓફિસમાં હાજર રહી હતી

(12:06 am IST)