Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

‘૨ સેકન્‍ડમાં ૧૦૦ સ્‍પીડ...' રાજસ્‍થાનના છોકરાએ ચલાવી ૫૬ કરોડની કાર!

બુગાટી દુનિયાની તે કારોમાંની એક છે, જે તેની સ્‍પીડની સાથે રોયલ લુક માટે જાણીતી છે

નવી દિલ્‍હી, તા.૧૫: રાજસ્‍થાનના એક યુટયુબરની કાર ટેસ્‍ટ ડ્રાઈવનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. Crazy XYZ નામની યુટયુબ ચેનલ ચલાવતા અમિત શર્માએ દુનિયાની સૌથી મોંઘી કારમાંથી એક બુગાટીની ટેસ્‍ટ ડ્રાઈવ કરી હતી.અમિતે કહ્યું કે જો આ કારને ભારતમાં આયાત કરવામાં આવે તો તેની કિંમત ટેક્‍સ લગાવીને લગભગ ૫૬ કરોડ રૂપિયા થઈ જશે. તેણે કહ્યું કે બુગાટી કારનો અવાજ લેમ્‍બોર્ગિની અને ફેરારીથી અલગ છે. આ કાર માત્ર ૨ સેકન્‍ડમાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની સ્‍પીડ હાંસલ કરી લે છે.
અમિતે જે કાર ચલાવી તે યુટયુબર કાર્લ રુનફેલ્‍ટની માલિકીની છે. અમિતે કહ્યું કે જે પાવર આ કારમાં છે તે બીજી કોઈ કારમાં નથી જોયો. તમને જણાવી દઈએ કે અમિતે આઈઆઈટીમાંથી અભ્‍યાસ કર્યો છે અને તે ટેક્રોલોજી અને સાયન્‍સ સાથે જોડાયેલા વીડિયો અપલોડ કરતો રહે છે.
અમિત શર્માએ આ પ્રીમિયમ બુગાટી કારનું ઈન્‍ટિરિયર પણ બતાવ્‍યું. આ કારમાં ૧૬-સિલિન્‍ડર એન્‍જિન છે જે ૧૦૬૦ હોર્સપાવર જનરેટ કરે છે.
તમને જણાવી દઈએ કે અમિતે જે કાર ચલાવી હતી તેના માલિક કાર્લ પોતે પણ ફેમસ યુટયુબર છે. યુટયુબ પર તેના લગભગ ૧ લાખ ૪૦ હજાર સબસ્‍ક્રાઇબર્સ છે. કાર્લ તેની ચેનલ પર ઘણા પ્રેરણાત્‍મક અને કાર સંબંધિત વીડિયો અપલોડ કરે છે.
તે જ સમયે, અમિતની ક્રેઝી XYZ પણ ખૂબ જ લોકપ્રિય YouTube ચેનલ છે. આ ચેનલના ૨ કરોડ ૨૯ લાખથી વધુ સબસ્‍ક્રાઈબર્સ છે.

 

(3:32 pm IST)