Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કેઆરકેનું ટ્‍વિટઃ દેશમાં સુરક્ષિત રહેવા માટે નેતા હોવુ જરૂરી છે, અભિનેતા નહિ

વિવાદીત ટ્‍વિટના મામલે દસ દિવસ જેલમાં રહેવું પડયું હતું : કહ્યું-હવે હું ગમે ત્‍યારે રાજકારણમાં જોડાઇશઃ તેના આ ટ્‍વિટ પર લોકોએ કઇ રાજકીય પાર્ટીમાં જોડાવું તેના નામ સુચવ્‍યા, કેટલાકે તેની ખુબ જ ઝાટકણી કાઢી

મુંબઇ તા. ૧૫: એક્‍ટર અને પોતાને ફિલ્‍મ ક્રિટીક્‍સ તરીકે ઓળખાવતાં કેઆરકેને દસ દિવસ જેલમાં રહેવું પડયું હતું. જેલમાંથી છુટયા પછી તેણે તાજેતરમાં ટ્‍વિટ કરીને લખ્‍યું હતું કે-દેશમાં સુરક્ષિત રહેવા માટે નેતા હોવું જરૂરી છે. તેના આ ટ્‍વિટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

કેઆરકેએ લખ્‍યું કે-હું ઝડપથી રાજકારણ સાથે જોડાઇ જવાનું વિચારી રહ્યો છું. કારણ કે દેશમાં સુરક્ષિત રહેવા માટે નેતા હોવું જરૂરી છે, અભિનેતા નહિ. કેઆરકેના આ ટ્‍વિટ પર લોકો તેને રાજકારણમાં કઇ પાર્ટીમાં સામેલ થવું તેન સુચન આપી રહ્યા છે. તો બીજી તરફ અમુકે હમેંશાની જેમ કેઆરકેને ઝાટકી નાંખ્‍યો છે. મોહમ્‍મદ સિદ્દિકરે લખ્‍યું છે કે-તમને અલિખિત નિયમ અને શરત પર જેલમાંથી છોડવામાં આવ્‍યા છે. બોલીવૂડમાં તમારું એટલુ જ યોગદાન છે જેટલુ મોદીનું યુક્રેન અને રૂસ વચ્‍ચેનું યુધ્‍ધ રોકવામાં હતું.

ઋષી બાગડીએ લખ્‍યું-ભાઇ તુ જ્‍યાં છો ત્‍યાં જ યોગ્‍ય છો. ત્‍યાં બેસીને ઉધઇની જેમ બોલીવૂડને ખોખલુ કરતાં રહો. અસિત નામના યુઝરે લખ્‍યું-સીધુ બોલ ને કે બોલીવૂડવાળાએ તને બરબાદ કરી દીધોઉ હવે તેના વિરૂધ્‍ધ કંઇપણ બોલવું એ તારા માટે ખરાબ સપના સમાન છે.

કેઆરકેની તેના ૨૦૨૦ના એક વિવાદીત ટ્‍વિટને કારણે ધરપકડ થઇ હતી અને જેલમાં જવું પડયું હતું. જો કે આ ટ્‍વિટ થોડા કલાકમાં ડિલીટ પણ કરી નાંખી હતી. ૨૯મી ઓગષ્‍ટે તેની મુંબઇ એરપોર્ટ પરથી મલાડ પોલીસે ધરપકડ કરી હતી. એ પછી એક અભિનેત્રના શોષણના કેસમાં પણ ધરપકડ થઇ હતી. જો કે તેમાં તેને જામીન મળ્‍યા હતાં.

(3:34 pm IST)