Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

યુક્રેનના રાષ્‍ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્‍સકીની કારને અકસ્‍માત

માંડ માંડ બચી ગયા

મોસ્‍કો, તા.૧૫: રશિયા અને યુક્‍લિન વચ્‍ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્‍યારે યુક્રેનના રાષ્‍ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્‍સકીની કાર ક્રેશ થઈ ગઈ.  કાફલા અને તેમની કાર સાથે એક વાહન અથડાયું હતું.  જો કે, રાષ્‍ટ્રપતિ ગંભીર રીતે ઘાયલૅ નથી તેમ કિવ ઈન્‍ડિપેન્‍ડન્‍ટે ઝેલેન્‍સકીના પ્રવક્‍તાના હવાલાથી આ માહિતી આપી છે.  ઝેલેન્‍સકીના પ્રવક્‍તાએ ૧૫ સપ્‍ટેમ્‍બરે ફેસબુક પોસ્‍ટમાં જણાવ્‍યું હતું કે રાષ્‍ટ્રપતિની કાર અને કાફલા સાથે એક વાહન અથડાયું હતું.  મીડિયા પોર્ટલના જણાવ્‍યા અનુસાર, અકસ્‍માત બાદ ઝેલેન્‍સકીની તપાસ કરવામાં આવી હતી અને ડોક્‍ટરોએ જણાવ્‍યું હતું કે તેને ગંભીર ઈજા નથી.  ઝેલેન્‍સ્‍કી સાથે રહેતા ડૉક્‍ટરોએ તેના ડ્રાઇવરની પણ સારવાર કરી અને તેને એમ્‍બ્‍યુલન્‍સમાં મોકલ્‍યો.  પ્રવક્‍તાએ કહ્યું કે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરશે.

(4:04 pm IST)