Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નવાબ મલિક નિર્દોષ નથીઃ દાઉદ ઇબ્રાહિમની બહેન સાથે કરી રહ્યા હતા લેવડ દેવડઃ ઇડીનો વિસ્‍ફોટ

મુંબઇઃ મની લોન્‍ડરિંગ કેસમાં મહારાષ્‍ટ્રમાં પૂર્વમંત્રી નવાબ મલિકની મુશ્‍કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. બુધવારે ઇડીએ કોર્ટને કહ્યુ કે, નવાબ મલિકની નિર્દોષતાનો કોઇ પ્રશ્ન જ નથી તે દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પાર્કર સાથે લેવડ-દેવડ કરી રહ્યા હતા. હાલમાં ન્‍યાયિક કસ્‍ટડીમાં જેલમાં બંધ નવાબ મલિકની ૨૩ ફ્રેબ્રુઆરીએ ઇડી દ્વારા પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એકટ (પીએમએલએ)ની જોગવાઇઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ મલિકનું દાઉદ ઇબ્રાહિમ સાથે સીધું કનેકશન હોવાનું જણાવ્‍યુ હતું. સોલિસિટર જનરલ અનિલસિંહ ઇડી વતી હાજર થઇને મલિકની જામીન અરજી પર દલીલો રજૂ કરતી વખતે અને તેને બરતરફ કરવાની માંગ કરતી વખતે આ વિગતો જાહેર કરી હતી.ે ઇડી કેસ એનઆઇએ ૧૯૯૩ના મુંબઇ ધમાકાનો આરોપી અને વૈશ્વિક આતંકવાદી ઘોષિત દાઉદ ઇબ્રાહિમ તથા તેના સહાયકો વિરૂધ્‍ધ તાજેતરમાં ગેરકાયદેસર પ્રવૃતિએ (નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલી ફરિયાદ પર આધારિત છે. છેલ્‍લા ઘણા મહિનાથી મલિક હાલમાં ન્‍યાયિક કસ્‍ટડીમાં છે અને મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે. પોતાની તબિયત ખરાબ હોવાનો દાવો કરી તેઓ અનેક વખત જામીન માંગી ચૂકયા છે. જોકે, કોર્ટે અગાઉ તબીબી આધાર પર તેની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમની નિયમિત જામીન અરજી પર વિશેષ ન્‍યાયાધીશ સુનાવણી કરી રહ્યા છે

(4:06 pm IST)