Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આર્થિક આધાર ઉપર નિયમ નક્કી કરવામાં શું ખોટુ છે ? : સુપ્રીમ કોર્ટ

અનામતને પડકારનાર વકીલોએ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્‍યા'તાઃ કોર્ટના નિર્દેશ પરથી લાગે છે કે કદાચ ઇડબલ્‍યુએસ કવોટા ચાલુ રહેશે

નવી દિલ્‍હી, તા., ૧પઃ આર્થીક રીતે નબળા લોકોને મળવાવાળા ઇડબલ્‍યુએસ અનામતને પડકારનાર અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્‍વની ટીપ્‍પણી કરી હતી. અદાલતે કહયું કે, કોઇ વર્ગ સુધી સરકારી નિતીઓનો લાભ પહોંચાડવા માટે આર્થીક આધાર ઉપર નિયમ નક્કી કરવા ઉપર પ્રતિબંધ ન હોઇ શકે. કોર્ટમાં અનામતને પડકારનાર વકીલનું કહેવું હતું કે સંવિધાનમાં આર્થીક આધાર ઉપર અનામત દેવા માટે કોઇ જોગવાઇ નથી. આ સામાજીક ભેદભાવને સમાપ્ત કરવા માટેની વ્‍યવસ્‍થા હતી. તેનો મતલબ ગરીબી હટાવ યોજના ચલાવવાનો નથી. જેના ઉપર સુપ્રીમ કોર્ટે ઉપર મુજબ કહયું.  જેના ઉપરથી એવુ માનવામાં આવે છે કે કદાચ ઇડબલ્‍યુએસ કવોટા ચાલુ રહેશે.

કેટલાક વકીલોએ ચીફ જસ્‍ટીસ યુ.યુ. લલીતની અધ્‍યક્ષતાવાળી પાંચ સભ્‍યોની સંવિધાન પીઠ સમક્ષ દલીલ આપતા કહયું કે કોઇ પરિવારની આર્થીક સ્‍થિતિના એક માત્ર આધાર ઉપર ઇડબલ્‍યુએસ કવોટા નક્કી કરવો ગેરબંધારણીય છે. સંવિધાન મુજબ આ રીતે અનામતને ગરીબી હટાવ યોજનાના ભાગ રૂપે મંજુર ન કરી શકાય. વકીલોએ કહયું કે, ઇડબલ્‍યુએસ કવોટા પુરેપુરો અયોગ્‍ય, મનમાન્‍યો, ગેરકાયદે અને અસંવિધાનીક છે અને ઇંન્‍દીરા સાહની કે મંડલ કમીશન મામલામાં ન્‍યાયાલયના ફેંસલાને બદલાવવા માટે સરકારના ‘વિધાયી નિર્ણય'ની શ્રેણીમાં આવે છે. આ કેસની સુનાવણી કરવાવાળા જજોમાં મુખ્‍ય ન્‍યાયાધીશ ઉપરાંત ન્‍યાયમુર્તિ દિનેશ માહેશ્વરી, ન્‍યાયમુર્તિ એસ.રવિન્‍દ્ર ભટ્ટ, ન્‍યાયમુર્તિ બેલા એમ.ત્રિવેદી અને ન્‍યાયમુર્તિ જે.બી.પારડીવાલા પણ સામેલ છે.

સુનાવણી દરમિયાન સંવિધાન પીઠે કહયું કે, સરકાર આર્થીક માપદંડોના આધારે નિતી નક્કી કરે છે. જેને લઇને એ સુનિヘતિ થાય કે આવી નિતીઓનો લાભ લોકો સુધી પહોંચે આર્થીક માપદંડ એક સાચો આધાર છે અને વર્ગીકરણની યોગ્‍ય રીત છે. આમ કરવુ પ્રતિબંધીત નથી. શરૂઆતમાં એક અરજદારની તરફથી વકીલ રવી વર્મા કુમારે અનામતની ઐતિહાસિક પુષ્‍ઠભુમીનો હવાલો દીધો અને ચંપકમ દોરાઇરાજનના મામલામાં સુપ્રીમ કોર્ટના ફેંસલાનો હવાલો ટાંકયો. જેને લઇને સંવિધાનમાં પહેલુ સંશોધન થયું હતું. આંકડાનો ઉલ્લેખ કરતા વકીલ રવી વર્મા કુમારે કહયું કે, ઓબીસી, એસસી અને એસટીની વસ્‍તી ૮પ ટકા છે અને તેમને લગભગ પ૦ ટકા કવોટા અપાય છે અને પાંચ ટકા ઇડબલ્‍યુએસને ૧૦ ટકા કવોટા મળશે. એક અન્‍ય અરજદારના વરીષ્‍ઠ અધિવકતા પી.વિલસને ઇડબલ્‍યુએસ કવોટાનો વિરોધ કરતા કહયું કે, આ મુદ્દો એસસી, એસટી અને ઓબીસી માટે અનામત સાથે ન જોડી શકાય.  ઉલ્લેખનીય છે કે, ૧૦ ટકા ઇડબલ્‍યુએસ કવોટા એસટી, એસસી અને ઓબીસી માટે નક્કી પ૦ ટકા અનામત સિવાયનો છે.

(4:41 pm IST)