Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૪૨૨ કોરોના કેસ નોંધાયા અને ૧૪ના મૃત્‍યુ : અમેરિકામાં સતત એક લાખ ઉપર કોરોના કેસો નોંધાય છે : દક્ષિણ કોરિયામાં ૯૩ હજાર કેસ

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૧૬,૪૭૯ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૧૫: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪૨૨ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૫.૯૮ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૧૬,૪૭૯ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.
દેશમાં અત્‍યાર સુધી ૫,૨૮,૨૫૦ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૯,૪૧,૮૪૦  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૫૭૪૮ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૪૬,૩૮૯એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૧૦ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૧૪,૬૯૨ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૯.૦૬ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૨.૫૫ ટકા છે.
દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૫,૯૮,૧૬,૧૨૪  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૩૧,૦૯,૫૫૦  લોકોને રસી આપવામાં આવી હતી.

યુએસએ    :    ૧,૦૯,૩૪૮ નવા કેસો
દક્ષિણ કોરિયા    :    ૯૩,૯૦૪ નવા કેસો
જાપાન    :    ૭૮,૭૦૧ નવા કેસો
રશિયા    :    ૫૧,૭૩૫ નવા કેસો
તાઈવાન    :    ૪૯,૭૦૮ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૩૩,૫૭૫ નવા કેસો
ઇટાલી    :    ૧૮,૮૪૯ નવા કેસો
બ્રાઝિલ    :    ૧૧,૩૦૦ નવા કેસો
ન્‍યૂ યોર્ક    :    ૯,૨૧૬ નવા કેસો
ટેક્‍સાસ    :    ૮,૮૩૪ નવા કેસો
હોંગકોંગ    :    ૭,૫૭૯ નવા કેસો
ભારત    :    ૬,૪૨૨ નવા કેસો
ફ્‌લોરિડા    :    ૩,૭૭૪ નવા કેસો
સિંગાપોર    :    ૨,૪૨૬ નવા કેસો
ન્‍યુ જર્સી    :    ૨,૩૧૧ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૧,૮૭૧ નવા કેસો
થાઈલેન્‍ડ    :    ૧,૩૨૧ નવા કેસો
ચીન    :    ૯૪૯ નવા કેસો
યુએઈ    :    ૪૦૨ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૧૦૭ નવા કેસો
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૬ હજારથી વધુ નવા કેસ
નવા કેસો    :    ૬,૪૨૨ કેસો
નવા મૃત્‍યુ    :    ૧૪
સાજા થયા    :    ૫,૭૪૮
કુલ કોરોના કેસો    :    ૪,૪૫,૧૬,૪૭૯
એકટીવ કેસો    :    ૪૬,૩૮૯
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૯,૭૩,૨૪,૪૫૮ કેસો
ભારત    :    ૪,૪૫,૧૬,૪૭૯ કેસો
બ્રાઝીલ    :    ૩,૪૭,૯૮,૧૩૬ કેસો

 

(4:42 pm IST)